કેળા ને આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.શું તમે જાણો છો કે કેળાની છાલથી પણ ત્વચાને ચમકદાર બનાવી શકાય છે?કેળાની છાલ નો ઉપયોગ તમારી સ્કિન ને હેલ્થી રાખવા માટે કરી શકો છો.
વાસ્તવમાં કેળા ને એક સુપર ફુડ માનવામાં આવે છે.તેમાં પોટેશિયમ, વિટામિન્સ,મિનરલ્સ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જો તમે સ્કીનની ખીલ સમસ્યાથી પરેશાન છો તો કેળા ની છાલ નો ઉપયોગ કરો. તેમાં વિટામિન બી,સી,ઇ પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. જે ખીલ ની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.
કેળાની છાલ નો ઉપયોગ કરીને તમે સ્કિનને હેલ્ધી રાખી શકો છો. કેળામાં મળનાર પોષક તત્વો સ્કિન સંબંધી તમામ સમસ્યાઓને છુટકારો આપવામાં મદદ કરે છે.તો આવો જાણીએ ત્વચાના દાગ ધબ્બાથી છુટકારો મેળવવા માટે કેવી રીતે કેળાની છાલ નો ઉપયોગ કરશે?
ડાર્ક સર્કલ માટે
આંખોની નીચે કાળા કુંડાળા ના કારણે ચહેરાની ચમક ઓછી થઇ જાય છે. જે લોકોને આ સમસ્યા છે તેઓ કેળાની છાલ નો ઉપયોગ કરી શકે છે.કેળાની છાલના સફેદ રેશાની સાથે એલોવેરા જેલ મિક્સ કરો અને આંખોની નીચે લગાવો.થોડા સમય પછી તેને ધોઈ લો.થોડા દિવસ સુધી આ પ્રયોગ કરી જુઓ.તમને ડાર્ક સર્કલ થી સમસ્યાથી છુટકારો મળી જશે.
કરચલીઓ માટે
કરચલીઓની સમસ્યા દૂર કરવા માટે તમે કેળા ની છાલ નો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમારે કેળાની છાલને ગ્રાઉન્ડરમાં પીસી લેવી. તેમાં એક ઈંડુ નાખવું અને એક ચમચીથી તેને સારી રીતે ભેળવી દેવાનો.આ પેસ્ટ નો ચહેરા પર 15-20 મિનિટ સુધી રહેવા દો અને પછી ઠંડા પાણીથી ચહેરાને સાફ કરી લો તેનાથી ચહેરા ની કરચલીઓ ઓછી કરી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.