તમે ઘણીવાર સાંભળ્યું હશે જ કે, સામેવાળી વ્યક્તિની સાથે ગાળો બોલીને ઝઘડતા રહેતાં હોય છે. હાલમાં એક એવી જાણકારી સામે આવી રહી છે કે જેને જાણીને આપને ખુબ જ આશ્વર્યજનક લાગશે. પોપટને પાલતું પક્ષી માનવામાં આવે છે.
ઘણીવાર તમે એમ પણ સાંભળ્યું હશે કે, પોપટને તાલીમ આપવાથી પોપટ પણ માનવીની બોલી શકે છે. આપણા માતા-પિતા પણ એમનાં બાળકોને ઘણી વાર કહેતાં હોય છે કે, ખરાબ મિત્રોની સોબત કરવી જોઈએ નહી. આ જ રીતે પોપટમાં પણ આવું જ કઈક હોય છે. પોપટ પણ માનવી જે કઈ બોલે એવું જ પોપટ બોલતા હોય છે
બ્રિટનમાં આવેલ લિન્કનશાયર વાઈલ્ડ લાઈફ પાર્કમાં આવેલ ઝૂમાં રાખવામાં આવેલ કુલ 5 પોપટોને હવે ઝૂમાંથી હટાવી લેવાની ફરજ પાડવામાં આવી છે. આ પોપટો ઝૂની મુલાકાત લેનાર લોકોને ગાળો આપતાં હતાં તથા ખાસ કરીને તો બાળકોની સાથે ઝૂમાં આવનાર મુલાકાતીઓને આ ગાળો સાંભળીને ખુબ સંકોચજનક પરીસ્થિતિમાં મુકાવું પડતું હતું.
ઝૂ ઓથોરિટીની સામે પોપટોની ઢગલાબંધ ફરિયાદો આવ્યા પછી છેવટે એમને ઝૂમાંથી ખસેડી લેવામાં આવ્યાં છે. પાર્કનાં ચીફ એક્ઝિક્યુટિવ સ્ટીવ નિકોલસને ટાંકીને રજૂ કરવામાં આવેલ મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, આફ્રિકન પ્રજાતિનાં પોપટને અલગ-અલગ લોકોએ ઝૂને ભેટ આપવામાં આવ્યા હતા.
થોડા સમય માટે એમને ક્વોરેન્ટિનમાં રાખવામાં આવ્યા હતા. ત્યારપછી જયારે એમને ઝૂમાં લોકો સમક્ષ મુકવામાં આવ્યા ત્યારે એમણે જુની આદતવશ ગાળો બોલવાની શરુઆત કરી હતી. નિકોલસના મત અનુસાર આ પોપટ માટે કોઈ પણ શબ્દની નકલ કરવી ખુબ સહેલી છે. તેઓ કશું પણ બોલી શકે છે.
ઘણાં લોકો એવા હતા કે, જેમણે આ પોપટની ગાળોને આનંદ માણી રહ્યાં હતાં. ઘણા લોકોએ તો પોપટની સાથે ગાળોનું આદાન પ્રદાન પણ કરવામાં આવ્યું હતું. જો કે, બાળકો પર એની ખરાબ અસર ન પડે તેની માટે પોપટોને થોડા સમય માટે હટાવી લેવામાં આવ્યાં છે. અમને આશા રહેલી છે કે, એમનામાં થોડો સુધારો થાય તે બાદ ફરી એમને ઝૂમાં લાવી શકીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle