ફૂટબોલ પ્રેમી ખેડૂતભાઈએ 124 એકરમાં પાક ઉગાડી તૈયાર કરી Lionel Messi ની અદ્ભુત તસ્વીર

Lionel Messi Fan Argentine Farmer: ફૂટબોલ ખેલાડી Lionel Messi ની આકર્ષક તસવીરો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહી છે. આ ફોટોગ્રાફ્સની વિશેષતા એ છે કે તે 124 એકર જમીનમાં મકાઈના પાકમાંથી તૈયાર કરવામાં આવ્યા છે. ખરેખર, 35 વર્ષીય Lionel Messiના સમગ્ર વિશ્વમાં કરોડો ચાહકો છે.

જ્યારે આર્જેન્ટિનાએ ગયા મહિને કતારમાં ફ્રાંસને હરાવીને ફિફા વર્લ્ડ કપ ઉપાડ્યો, ત્યારે આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ એરેસની શેરીઓમાં ભીડ ઉમટી પડી હતી અને ઉજવણીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા હતા. હવે એ જીતની ખુશીમાં મેસ્સીના એક ફેને શું કર્યું તે જોઈને ઈન્ટરનેટ યુઝર્સ આ ખેડૂતને Lionel Messiનો ડાઈ-હાર્ડ ફેન કહી રહ્યા છે.

અહેવાલો અનુસાર, આર્જેન્ટિનાના મધ્ય કોર્ડોબા પ્રાંતના એક ખેડૂતે FIFA વર્લ્ડ કપ જીતવાની ઉજવણી ખૂબ જ અલગ રીતે કરી હતી. તેણે પોતાના 124 એકરના ખેતરમાં પાકનું મોટું ચિત્ર બનાવ્યું. વાસ્તવમાં, મકાઈના પાકમાંથી આ ચિત્ર બનાવવા માટે એક અલ્ગોરિધમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના હેઠળ ખેડૂતે મકાઈને એવી રીતે વાવી હતી કે જ્યારે પાક ઉગે ત્યારે Lionel Messiનું ચિત્ર દેખાય.

આ તસવીરો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવી રહી છે. આ ફોટા ટ્વિટર પર એ Football__Tweet દ્વારા પોસ્ટ કરવામાં આવ્યા હતા, જેના પર સેંકડો લોકોએ પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું કે હવે મેસ્સી સ્વર્ગમાંથી પણ જોઈ શકાશે! એ જ રીતે, કેટલાકે લખ્યું – મેસ્સીના ચાહકોની કોઈ કમી નથી. તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ બોક્સમાં જણાવો.

તમને જણાવી દઈએ કે, 20 નવેમ્બર 2022 થી 18 ડિસેમ્બર 2022 સુધી, FIFA વર્લ્ડ કપ કતારમાં ગયો હતો. 18 ડિસેમ્બરના રોજ ફાઇનલમાં, આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટ દરમિયાન ફ્રાંસને હરાવીને જીત મેળવી હતી. આ સાથે આર્જેન્ટિના FIFA વર્લ્ડ કપ 2022નું ચેમ્પિયન બન્યું છે. આ દક્ષિણ અમેરિકાની સાથે, તે મકાઈના ઉત્પાદનમાં પણ વિશ્વમાં ત્રીજા ક્રમે આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *