પાટીદારોની આસ્થાનુ કેન્દ્ર ખોડલધામનો સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ- વાંચો નવા જોડાયેલા ટ્રસ્ટીઓનું સંપૂર્ણ લિસ્ટ

ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)ના કાગવડ(Kagvad) ખોડલધામ મંદિર(Khodaldham temple)નો સાતમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે આજે ખોડલધામ ખાતે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની અંદર…

ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)ના કાગવડ(Kagvad) ખોડલધામ મંદિર(Khodaldham temple)નો સાતમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે આજે ખોડલધામ ખાતે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની અંદર ખોડલધામના ચેરમેન નરેશ પટેલ(Naresh Patel) દ્વારા તાજેતરમાં જ નવા જોડાયેલા તમામ ટ્રસ્ટીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. સાથે જ ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના છ વર્ષ પુર્ણ થતાં જુદા જુદા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાતમા વર્ષમાં મંગલ પ્રવેશને લઈને ખોડલધામ મંદિરમાં લોકડાયરો, હવન તેમજ ધ્વજારોહણ સહિતના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે, વહેલી સવારથી જ ખોડલધામનું વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખોડલધામ પહોંચ્યા હતા. ભુપેન્દ્ર પટેલએ માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. ભુપેન્દ્ર પટેલએ માં ખોડલને ધજા ચડાવી હતી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલે મુખ્યમંત્રીને માતાજીનો ખેસ પહેરાવ્યો હતો. આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં નિરમા ગ્રુપના કરશન પટેલ, કેડીલા ગ્રુપના માલીક, બિપિન પટેલ, કાળુભાઈ મોહનભાઇ ઝાલાવડીયા પણ જોડાશે. આ ઉપરાંત આજે ખોડલધામ સંસ્થા દ્વારા નવા પ્રકલ્પો લેવામાં આવશે. જેમાં રાજકોટ પાસે આવેલ અમરેલી ગામ ખાતે શૈક્ષણિક સંકુલ અને આરોગ્ય ભવનનું નિર્માણ કરવામાં આવશે.

મહત્વનું છે કે, હાલ કાર્યક્રમની અંદર ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા તાજેતરમાં જ નવા જોડાયેલા તમામ ટ્રસ્ટીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમાં બહોળી સંખ્યામાં નવા જોડાયેલા ટ્રસ્ટી મંડળ હાજર રહ્યા હતા. જેમાં આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલનો તેમજ નિરમા ગ્રુપના કરશન પટેલને ટ્રસ્ટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે 40 કરતા પણ વધારે ટ્રસ્ટ્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ખોડલધામ ટ્રસ્ટમાં જોડાયેલા નવા ટ્રસ્ટીઓનું આ રહ્યું લિસ્ટ:
ખોડલધામ ટ્રસ્ટમાં જોડાયેલા નવા ટ્રસ્ટીઓમાં અનાર બેન પટેલ, બીપીનભાઈ પટેલ, મૃગેશભાઇ કાળુભાઈ ઝાલાવાડીયા, જગદિશભાઈ ડોબરીયા (જેપી ઈન્ફ્રા), ગુણવંતભાઈ ભાદાણી (સ્વાગત ૩૫), દુષ્યંતભાઈ ટીલાળા (રાજન ટેક્નોકાસ્ટ), વી.પી. વૈષ્ણવ (ચેમ્બર પ્રમુખ), ચંદ્રકાંતભાઈ ભાલાળા (બાલાજી મલ્ટીપ્લેક્સ), વિમલભાઈ પાદરીયા (સિદ્ધિ વિનાયક ગ્રુપ), સંજયભાઈ સાકરીયા (આસોપાલવ ગ્રુપ, મનોજભાઈ સાકરીયા (સોપાન ગ્રુપ), રમેશભાઈ પાંભર (ડેકલાઈન ઈન્ડસ્ટ્રીઝા), વિનુભાઈ સરધારા (મારૂતિ ગ્રુપ), કમલનયનભાઈ સોજીત્રા (ફાલ્કન ગ્રુપ), ચંદુભાઈ પરસાણા (શ્રી દિનેશભાઈ પરસાણા), અશોકભાઈ પટેલ (જય ગણેશ ઓટો), પરસોત્તમભાઈ નારાણભાઈ જૈવરીયા, નિરવભાઈ દેવચંદભાઈ ખુંટ.

વધુમાં ચતુરભાઈ રામજીભાઈ ચોડવડીયા, દિનેશભાઈ બટુકભાઈ સિયાણી, રમેશભાઈ મેસિયા, ઘનશ્યામભાઈ પોપટભાઈ હીરપરા, દિનેશભાઈ ભગવાનભાઈ બાંભણિયા, નાગજીભાઈ નાનજીભાઈ શિંગાળા, સુસ્મિતભાઈ રોકડ, ધ્રુવભાઈ વિનોદભાઈ તોગડીયા, નૈમિષભાઈ રમેશભાઈ ધડુક, રસિકભાઈ મારકણા, રમેશભાઈ કાથરોટીયા, મનીષભાઈ મંગલપરા, દેવચંદભાઈ કપુપરા, મનસુખભાઈ ઉંધાડ, રસિકભાઈ ઝાલાવાડિયા, મનસુખભાઈ નારણભાઈ રાદડિયા, હિમતભાઈ બાબુભાઈ શેલડિયા, ભુપતભાઈ પોપટભાઈ રામોલિયા, ભરતકુમાર ત્રિભોવનદાસ પટેલ, પંકજભાઈ નાથાભાઈ ભુવા, કિશોરભાઈ સાવલિયા, નાથાભાઈ મુંગરા, જીતુભાઈ તંતી, નેહલભાઈ પટેલ, પ્રવિણભાઈ વલ્લભભાઈ પટેલ અને કલ્પેશભાઈ તંતીનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *