ભાવનગરના રસ્તાઓ પર બેફામ ફરી રહ્યા છે સિંહ, પશુઓએ પોતાનો જીવ બચાવવા મૂકી દોટ

ભાવનગર(ગુજરાત): જિલ્લાના મહુવા-તળાજા હાઇવે રોડ પર સિંહ લટાર મારતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. ફોરેસ્ટ અધિકારીએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પહેલાનો મહુવા-તળાજા હાઇવે પરનો વીડિયો હોવાની શક્યતા છે.

એક કાર ચાલકે ત્રણ દિવસ પહેલા મહુવા-તળાજા હાઇવે રોડ પર અચાનક સિંહ લટાર મારતો હોય તેવો વીડિયો  ઉતારેલ છે, સાંજના સમયે સિંહે ગાયોને પોતાનો જીવ બચાવવા દોડી કરી હોય તેવા દ્રશ્યો દેખાય રહ્યા છે. હાઇવે પર જંગલનો રાજા સિંહ રસ્તાની સાઈટમાં લટાર મારતો જોવા મળ્યો હતો. જેથી સિંહ જોઈને રોડ પરથી પસાર થતા લોકો આનંદીત થયા હતા, સિંહ આમ તો લોકોને ભાગ્યે જ જોવા મળતો હોય છે.

આમ ભાવનગર અને અમરેલીના કેટલાક વિસ્તારોને બૃહદગીર તરીકે વિકસવામાં આવ્યો છે. તેણે કારણે ગીરના સિંહો હવે ભાવનગર અને અમરેલી જિલ્લામાં જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *