બોલો કેટલા કંટાળ્યા હશે આ ભાઈ! ‘દારૂ અહિયાં નહિ બાજુમાં મળે છે’ -ગુજ્જુ મકાન માલિકે એવું બોર્ડ લગાવ્યું કે, દોડતી થઇ પોલીસ

કોઈપણ વસ્તુના વેચાણ માટે જાહેરાતના બેનરોની જરુર પડતી હોય છે. પરંતુ દારુ એક એવી વસ્તુ છે કે, ગુજરાતમાં પ્રતિબંધિત હોવા છતાં બુટલેગરો (Bootleggers) તેનું ખુલ્લેઆમ…

કોઈપણ વસ્તુના વેચાણ માટે જાહેરાતના બેનરોની જરુર પડતી હોય છે. પરંતુ દારુ એક એવી વસ્તુ છે કે, ગુજરાતમાં પ્રતિબંધિત હોવા છતાં બુટલેગરો (Bootleggers) તેનું ખુલ્લેઆમ વેચાણ કરતા હોય છે. બુટલેગરોને દારુના વેચાણ માટે કોઈ જાહેરાત કે, બોર્ડ બેનરની જરુર પડતી નથી.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં (Social Media) એક ફોટો ખુબજ વાયરલ થય રહ્યો છે. વાયરલ થયેલા ફોટોમાં દારુના વેચાણનો બોર્ડ (Liquor Board Viral) લગાવામાં આવ્યું છે. આ ફોતોએ એક બાજુ કોને પેટ પકડીને હસાવ્યાં છે તો બીજીબાજુ પોલીસને પણ દોડતી કરી દીધી છે.

આ સમગ્ર ઘટના બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરના દિલ્હીગેટ વિસ્તાર માંથી સામે આવી છે. દિલ્હીગેટ વિસ્તારમાં એક મકાનની દીવાલ પર મકાન માલિકે ‘દારૂ અહીંયા નથી મળતો બાજુમાં મળે છે અહીંયા કોઈએ આવવું નહિ’ આવું લખીને પોસ્ટર લગાવી દીધું છે.

આ પોસ્ટર મારતાં સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. હાલ પાલનપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી છે અને બોર્ડ કઢાવી દઈ તપાસ હાથ ધરી છે. જોકે યુવકે દારૂડિયાઓના ત્રાસથી કંટાળીને બોર્ડ મારતા પોલીસની ભૂમિકાઓ પર અનેક સવાલો થઈ રહ્યા છે.

અનેકવાર સામે આવે છે કે, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અનેક જગ્યાએ દારૂ મળી આવે છે અને બુટલેગરો ઝડપાતા હોય છે. ત્યારે દિલ્હીગેટ વિસ્તારમાં આવેલા એક મકાન પર મકાન માલિક યુવક જીતેન્દ્ર ઠાકોરે ‘દારૂ અહીંયા નથી મળતો બાજુમાં મળે છે અહીંયા કોઈએ આવવું નહિ’ લખીને પોસ્ટર મારતા હડકંપ મચી જવા પામ્યો છે.

આ પોસ્ટરને લઈને એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, યુવકના ઘરની નજીકના વિસ્તારમાં દારૂનું વેચાણ થતું હતું અને અનેકવાર દારૂડિયાઓ યુવકના ઘરે આવીને દારૂ ક્યાં મળે છે તેમ પૂછતા હતા તેથી કંટાળીને આખરે યુવકે આ પ્રકારનું બોર્ડ માર્યું હતું.

યુવકના આ બોર્ડથી પોલીસ હરકતમાં આવી હતી અને ઘટના સ્થળે પહોંચીને યુવકના ઘરે લગાવેલું પોસ્ટર કાઢી નાખ્યું હતું અને દારૂ વેચવાની શંકાના આધારે વ્યક્તિને પોલીસ મથકે લઈ જઈને પૂછપરછ હાથ ધરી હતી. જોકે પોલીસે આ મામલે કોઈ જ ફરિયાદ નોંધી ન હતી. આ સમગ્ર મામલો ગંભીર થતાં પોતાના ઘર આગળ પોસ્ટર મારનાર યુવકે આ મામલે કશું જ બોલવાનું ટાળ્યું હતું. કોઈ ડરના કારણે યુવક નથી બોલી રહ્યો કે પછી કોઈ અન્ય કારણ છે તે હજુ સ્પષ્ટ થતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *