સુરતની શાંતિ બગાડનારા પથ્થરબાજોની યાદી આવી બહાર, 3 FIR ના 27 આરોપી સકંજામાં

Surat on high Alert: સુરતનાં સૈયદપુરા વરિયાળી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે 8 સપ્ટેમ્બરના રોજ વરિયાળી ચા રાજા તરીકે ઓળખાતા ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ તરુણો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો જે બાદ વિસ્તારમાં ભારે તંગદિલી (Surat on high Alert) સર્જાઇ હતી. જો કે આ મામલે સુરત પોલીસે તાત્કાલીક એક્શન લેતા 27 જેટલા આરોપીઓને શોધીને અટકાયત કરવામાં આવી હતી.

એક માહિતી અનુસાર રાત્રે 9 વાગ્યા બાદ 12થી 14 વર્ષના તરૂણોએ રિક્ષામાં આવી પથ્થરમારો કર્યો હતો. ત્યાર બાદ આયોજકોએ 6 સગીરાને પકડી પોલીસને સોંપ્યા હતા. આ દરમિયાન 6 સગીરોના માતા પિતા તેમજ આયોજકો સગરામપુરા પોલીસ સ્ટેશનમાં એકઠા થયા હતાં. ત્યાર બાદ હજારો લોકોએ મંડપથી 100 મીટર દૂર સૈયદપુરા ચોકીને ઘેરી હતી. ટોળા વિખેરવા લાઠીચાર્જ કરાયો અને 10થી વધુ ટીયરગેસ છોડાયા હતા.

છતાં પણ ટોળા કાબૂમાં નહિ આવતા કોમ્બિગ શરુ કરવામાં આવ્યું હતું. ઘટના બન્યા બાદ રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી જણાવ્યું છે કે, પથ્થરમારામાં અત્યાર સુધીમાં 27 લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ ઘટનાસ્થળે શાંતિપૂર્ણ માહોલ છે. તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

આરોપીના નામ ઠામ (૧) અસરફ અબ્દુલ સલમાન અંસારી ઉ.વ.૩૨ રહે-૧૬/૭૮ કલાઈગરવાડ સૈયદપુરા પમ્પિંગ,સુરત (૨) સૈયદ આસિફ મેહબુબ ઉ.વ.૩૪ રહે-થર્ડ ફ્લોર ફારુક મંઝિલ સૈયદપુરા સુરત (3) ચૌહાણ અલ્તાફ સુલેમાન ઉ.વ.૨૬ રહે-૭/૧૨૪૩ બોમ્બે વાલા બિલ્ડીંગ વરિયાળી બજાર (૪) ઇસ્તીયાક મુસ્તાક અન્સારી ઉ.વ.૩૫ રહે-૧૬/૨૫૨૬ અંજુમન ચાલ ચિકન વાલી મસ્જિદ સૈયદપુરા સુરત (૫) આરીફ અબ્દુલ રહીમ શેખ ઉ.વ-૪૩ રહે-ફ્લેટ નં-૨૦૩,રોશનપાર્ક,સૈયદપુરા, લાલગેટ,સુરત (૬) શેખ તલ્હા મજદરૂલ હક્ક ઉ.વ-૩૫ રહે-રૂમ નં-૩૦૧, ત્રીજોમાળ, રોશન પાર્ક એપાર્ટમેંટ, સૈયદપુરા,લાલગેટ,સુરત (૭) ઇલ્યાસ ગુલામુન શેખ ઉ.વ-૫૮ રહે-એચ-૦૧, રોશન પાર્ક એપાર્ટમેંટ, સૈયદપુરા,લાલગેટ,સુરત (૮) ઇરફાન મોહમદ હુસૈન બાગીયા ઉ.વ-૪૦ રહે- રહે-ફ્લેટ નં-૧૦૧,રોશન પાર્ક એપાર્ટમેંટ, સૈયદપુરા,લાલગેટ,સુરત (૯) અનસ આમીર ચરમાવાલા ઉ.વ-૨૪ રહે-એચ.જી-૦૫, રોશન પાર્ક એપાર્ટમેંટ, સૈયદપુરા,લાલગેટ, સુરત (૧૦) મોહમદ સાકીલ મોહમદ યુસુફ ગાડીવાલા ઉ.વ-૩૪ રહે-૩/૪૨૦૬-૦૭, બરાનપુરી ભાગળ,બુંદેલાવાડ, જલારામ મંદીરની બાજુમાં,ભાગળ, લાલગેટ,સુરત

(૧૧) આસીફ મહીર વિધ્ય ઉ.વ-૩૪ રહે-ફ્લેટ નં-૨૦૧, રોશન પાર્ક એપાર્ટમેંટ, સૈયદપુરા, લાલગેટ,સુરત (૧૨) શેખ ઇમામુલ ઇસ્માલ ઓસ્તાક ઉ.વ-૩૨ રહે-ફ્લેટ નં-૪૦૧, અલીઇલાફ એપાર્ટમેંટ, સૈયદપુરા,લાલગેટ,સુરત (૧૩) સૈયદ ફૈમુદ્દીન હુસૈનુદ્દીન ઉ.વ-૪૨ રહે-ફ્લેટ નં-૬૦૨, અલીઇલાફ એપાર્ટમેંટ, રાજાવડી, સૈયદપુરા,લાલગેટ, સુરત (૧૪) સાજીદ શેખ અબ્દુલ મુનાફ માસ્ટર ઉ.વ-૪૭ રહે-ફ્લેટ નં-૬૦૧, અલીઇલાફ એપાર્ટમેંટ, રાજાવડી, સૈયદપુરા,લાલગેટ,સુરત (૧૫) આબનજી હસન અલુબબકર ઉ.વ-૨૬ રહે-ફ્લેટ નં-૧૦૬, અલીઇલાફ એપાર્ટમેંટ, રાજાવડી, સૈયદપુરા,લાલગેટ,સુરત (૧૬) તૈયબાની મુસ્તુફા કાદરઅલી ઉ.વ-૩૩ રહે-ફ્લેટ નં-૫૦૬, અલીઇલાફ એપાર્ટમેંટ, રાજાવડી, સૈયદપુરા,લાલગેટ,સુરત (૧૭) ઇમરાન અલી મોહમદ પરીયાણી ઉ.વ-૩૫ રહે-ફ્લેટ નં-૫૦૫, અલીઇલાફ એપાર્ટમેંટ, રાજાવડી, સૈયદપુરા,લાલગેટ, સુરત (૧૮) ઇરફાન સુલેમાનભાઇ કમાણી ઉ.વ-૩૭ રહે-૨૦૨, આલીયા એપાર્ટમેંટ, મોહમદી એપાર્ટમેંટની સામે, ભંડારીવાડ, સૈયદપુરા,સુરત (૧૯) કાજી ઉસેરા સાઉદ એહમદ ઉ.વ-૨૨ રહે-૪૦૨-બી, મીના કોમ્પલેક્ષ, સગ્રામપુરા, ગોલકીવાડ, સુરત (૨૦) મોહમદ વાસી સૈયદ સુદુકી ઉ.વ-૩૪ રહે-ફ્લેટ નં-૩૦૧, અલીઇલાફ એપાર્ટમેંટ, રાજાવડી, સૈયદપુરા,લાલગેટ,સુરત,

(૨૧) મોહમદ અયાન મોહમદ રઇશ ઉ.વ-૨૨ રહે-ફ્લેટ નં-૬૦૧, અલીઇલાફ એપાર્ટમેંટ, રાજાવડી, સૈયદપુરા,લાલગેટ,સુરત (૨૨) મોયુદ્દીન ભીખાભાઇ ઘાંસી ઉ.વ-૨૨ રહે-૩૦૦, રહેમાની પેલેસ, વેડ દરવાજા, લાલગેટ, સુરત (૨૩) સોહેબ સાહીલભાઇ ઝવેરી ઉ.વ-૨૨ રહે-ફુલવાડી ભરીમાતા મેઇન રોડ, સુરત (૨૪) શા ફીરોજ મુખ્તાર શા ઉ.વ-૨૫ રહે-૫૦૨, ગોગા મંજીલ, પસ્તાગીયા શેરી,રામપુરા,સુરત (૨૫) અબ્દુલ કરીમ રસીદ સહેમદ ઉ.વ-૨૧ રહે-રીવરવ્યુ સોસાયટી,ભરીમાતા રોડ, લાલગેટ,સુરત (૨૬) શેખ ઝુનેદ શેખ વહાબ ઉ.વ-૩૯ રહે-ફ્લેટ નં-૪૦૪, અલીઇલાફ એપાર્ટમેંટ, રાજાવડી, સૈયદપુરા,લાલગેટ,સુરત તથા અન્ય ૨૦૦ થી ૩૦૦ નુ ટોળુ જેઓના નામ સરનામાની ખબર નથી

આ સિવાય ગણેશજીના પ્રતિમા પર પથ્થર મારવાની ઘટનામાં કેટલાક બાળ કિશોર અને મોહંમદ સાહીલ મોંહમદ સાજીદ બનારસી ઉ.વ-૧૮ વર્ષ ધંધો-વેપાર રહે,ઘર નં-૦૬, રોશન પાર્ક, રાજાવાડી, રામપુરા, સુરત શહેર મુળ રહે. ઘર નં-૪૦/એ, એસ-૩, ઇ.ડબલ્યુ.એસ.કોસાડ આવાસ, અમરોલી, સુરત શહેર ની ધરપકડ કરાઈ છે.

સુરતની ઘટના બાદ રાજ્યનું પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. ત્યારે આજે રાજ્યના પોલીસ વડા તમામ જિલ્લાના SP, IG તથા પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજશે. તહેવારો દરમિયાન રાજ્યમાં કોમી એકતા જળવાય અને અસાજિક તત્ત્વો સામે કડક પગલાં લેવામાં આવે તે બાબતે ચર્ચા કરવામાં આવશે. તમામ જિલ્લાઓમાં શાંતિ સમિતિ સાથે બેઠક યોજાશે.