પૈસા કમાવવા માટે ખબર નહીં લોકો શું કરી રહ્યા છે. કળિયુગમાં, પૈસા એ એવી વસ્તુ છે જે મનુષ્ય માટે સૌથી મહત્વપૂર્ણ છે. આ નાણાં માટે, આફ્રિકાના દેશ નાઇજીરીયામાં બાળકો પેદા કરવાની ફેક્ટરીઓ ચાલી રહી છે. અહીં ‘બેબી ફાર્મિંગ’ નામનો ગોરખનો ધંધો જોરશોરથી ચાલી રહ્યો છે. અહીં કોઈ બીજાની ખુશીના નામે આ વ્યવસાયે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે.
આફ્રિકા અને વિદેશની ઓછી ઉંમર વાળી છોકરીઓ ને અહીંયા બળજબરીથી પ્રેગનેટ કરીને બાળકો પેદા કરવામાં આવી રહ્યા છે. આજે અમે તમને અહીં દુખદાયક વાત જણાવી રહ્યા છીએ. હકીકતમાં, આ વ્યવસાયથી નિ:સંતાન યુગલોને બાળક વેચવાનું શરૂ થયું. આ માટે નિ:સંતાન દંપતીઓ મોટી રકમ ચૂકવવા માટે તૈયાર થાય છે.
આવી સ્થિતિમાં કેટલીક મહિલાઓ અને યુવતીઓ પૈસાની લાલચે અહીં આવે છે, તો પછી આ ધંધાની આડમાં ઘણી યુવતીઓને અહીં ખરીદીને લાવવામાં આવે છે અને ત્યારબાદ તેમને બળજબરીથી માતા બનવાની ફરજ પાડે છે. માત્ર નાઇજિરીયા જ નહીં, પણ ઇન્ડોનેશિયા સહિતના ઘણા દેશોમાં, બાળકોની બેબી ફાર્મિંગ હોસ્પિટલો અને અનાથાલયો જેવા સ્થળોએ કરવામાં આવે છે.
અહીં યુવાન છોકરીઓને માતા બનવાની ફરજ પાડવામાં આવે છે. તેમાંથી મોટાભાગની યુવતીઓ અનાથ અથવા ગરીબ હોય છે. જેના કારણે તે મજબૂરીથી આ કાર્ય કરવા માટે તૈયાર થઈ જાય છે.
નાઇજિરીયામાં ચોરીછૂપીથી ચાલી રહેલો આ બાળકો પેદા કરવાનો વ્યાપાર ખુબજ ખતરનાક બની ગયો છે. જે છોકરીઓ અહીં જન્મ આપે છે તેઓની ઉંમર 14 થી 17 વર્ષની છે અને તેઓ ઇચ્છે તો પણ ગર્ભપાત કરી શકતા નથી, કારણ કે નાઇજિરીયાના કાયદા હેઠળ તેને મંજૂરી નથી.
આ જ બાબતનો જ માફિયાઓ એટલે કે ‘બેબી ફાર્મર્સ’ લાભ ઉઠાવી લે છે અને બાળકોને ત્રણથી ચાર લાખ રૂપિયામાં વેચે છે. તે જ સમયે, જે લોકો બાળકની ઇચ્છા રાખે છે તે તેનો વિરોધ કરતા નથી, કારણ કે, આ પદ્ધતિ મેડિકલ ટ્રીટમેન્ટ કરતાં ખૂબ જ સસ્તી હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.