સુરત પોલીસની વાનમાં લાઈવ તોડ: કોર્ટ લઈ જવાનું કહીં 200-200 રૂપિયા લઈને આરોપીઓને છોડી મૂક્યા- જુઓ વિડીયો

હાલમાં એક એવો કેસ સામે આવ્યો છે જેમાં પોલીસ વાનમાં આરોપી પાસેથી 200 રૂપિયા લેતા કોન્સ્ટેબલના વાઇરલ વીડિયો બાદ ચર્ચાનો વિષય બન્યો છે. સોમવારે બપોરે…

હાલમાં એક એવો કેસ સામે આવ્યો છે જેમાં પોલીસ વાનમાં આરોપી પાસેથી 200 રૂપિયા લેતા કોન્સ્ટેબલના વાઇરલ વીડિયો બાદ ચર્ચાનો વિષય બન્યો છે. સોમવારે બપોરે અમરોલી પોલીસ સ્ટેશનની બહાર જ મોબાઇલમાં શૂટ થયેલો આ વીડીયો ભોગ બનનાર વ્યક્તિએ જ ઉતાર્યો હોવાનું જાણવા મળ્યું છે. ડિટેઇન કરાયેલા આરોપીઓને પોલીસ સ્ટેશનેથી કોર્ટમાં લઇ જવાનું કહી પોલીસ વાનમાં બેસાડ્યો અને હેડ કોન્ટેબલ અને કોન્ટેબલ દ્વારા 200 રૂપિયા લઈ મુક્ત કરતો વીડિયો સામે આવ્યા બાદ પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે.

અમરોલી પોલીસ મથકની બહાર જ ઉતારવામાં આવેલા આ વીડીયોમાં અમરોલી પોલીસ મથકની મોબાઇલ વાન દેખાઇ રહી છે. જેમાં એક હેડ કોન્સ્ટબલ અને એક કોન્ટેબલ બેઠેલા છે. જોવા મળ્યું છે કે, અમરોલી પોલીસે ડિટેઇન કરેલા આરોપીઓને મામલતદાર કચેરીએ જામીન માટે લઇ જવાનું કહી પોલીસ મોબાઇલ વાનમાં બેસાડવામાં આવેલાં આઠથી દસ આક્ષેપિતોને 200 રૂપિયાનો દંડ ભરીને ત્યાંથી જતા રહેવાનું કહે છે.

વાનમાં બંધ અલ્તાફ હુસેન, રઇશ, કમલ, ઇરફાન, હલીમ સહિતના આક્ષેપિતો પાસેથી 200 રૂપિયા લઇ રજિસ્ટરમાં સહી કરાવી મોબાઇલ વાનમાંથી ઉતારી દેવામાં આવતા જોવા મળ્યા છે. અટકાયતી પગલાં હેઠળ ડિટેઇન કરાયેલી વ્યક્તિઓને મામલતદાર કચેરીમાં રજૂ કરી તેમને મામલતદારે જામીન આપવાના હોય છે. કેટલાંક કેસમાં પોલીસને પણ પૂરતા પુરાવા ચકાસ્યા બાદ જામીન આપવાની સત્તા છે.

જોકે, તેમાં દંડની જોગવાઇ હોતી નથી. આ સંજોગોમાં પોલીસ દ્વારા દંડના નામે રસીદ લીધા વિના ઉઘરાવાતા 200 રૂપિયાને લઇને વિવાદ ઉભો થયો છે. અધિકારીઓના ધ્યાને આખું પ્રકરણ આવતાં તેમના દ્વારા વાતને ગંભીરતાથી લઇ તપાસના આદેશ કરવામાં આવ્યા છે.

આશિષ દોંડાએ જણાવ્યું હતું કે, મે જેને ત્રણ લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા તેણે મારી વિરુદ્ધ અમરોલી પોલીસ મથકે અરજી કરતાં પોલીસ દ્વારા સોમવારે સવારે મારી ઉપર અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતાં. બપોરે સાડા ત્રણ વાગ્યા સુધી લોકઅપમાં રાખ્યા બાદ મને તથા મારી સાથે લોકઅપમાં બંધ લોકોને અમરોલી પોલીસની વાનમાં બેસાડવામાં આવ્યા હતા. પોલીસ વાનમાં બેસાડ્યા બાદ જમાદાર અને કોસ્ટેબલે 200 રૂપિયાનો દંડ ભરીને ત્યાંથી ચાલ્યા જવાનું કહ્યું હતું. બધાને ટૂંકા નામની સહી કરવા જણાવ્યું હતું. જોકે, આ રૂપિયા શા માટે લીધા તેની કોઇ માહિતી અથવા કોઈ રસીદ આપવામાં આવી નહી.

પન્ના મોમાઇએ જણાવ્યું હતું કે, અટકાયતી પગલામાં કોઇ દંડની કોઇ જોગવાઇ કરવામાં નથી. આ રીતે કોર્ટમાં રજુ કર્યા વિના આરોપીને મુક્ત કરવાના હોતા નથી. આ વીડિયોને લઇને પૂરતી તપાસ કરવામાં આવશે અને જો પોલીસ કર્મચારીઓ ગુનેગાર જણાશે તો તેમની વિરુધ પગલાં ભરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *