હિંદુ પરિવારને સોંપી દીધો મુસ્લિમ મહિલાનો મૃતદેહ અને કરી દીધો અગ્નિસંસ્કાર, જયારે મહિલાના પરિવારને ખબર પડી ત્યારે…

હાલમાં રાજ્યના સુરત શહેરમાંથી એક ખુબ ચોંકાવનાર ઘટના સામે આવી છે. શહેરની કોવિડ હોસ્પિટલની એક ગંભીર બેદરકારીને લીધે એક દીકરો માતાની દફનવિધિથી વંચિત રહ્યો છે.…

હાલમાં રાજ્યના સુરત શહેરમાંથી એક ખુબ ચોંકાવનાર ઘટના સામે આવી છે. શહેરની કોવિડ હોસ્પિટલની એક ગંભીર બેદરકારીને લીધે એક દીકરો માતાની દફનવિધિથી વંચિત રહ્યો છે. શહેરની કોવિડ હોસ્પિટલમાં કોરોનાથી મૃત્યુ પામેલ 2 મહિલા શબાના તથા સુશીલાના મૃતદેહો બદલાઈ ગયા હતા.

જેની દફનવિધિ કરવાની હતી તે શબાનાનો મૃતદેહ સુશીલાના પરિવારને સોંપી દેવાતાં તેમણે અગ્નિસંસ્કાર કરી દીધા હતા. જ્યારે સંતાનોની સાથે અંતિમ વીડિયો-કોલમાં માતાએ જણાવ્યું હતું કે, અહીં ખૂબ જ તકલીફ થાય છે. મને અહીંથી શિફ્ટ કરો. સામેથી સંતાનો દ્વારા હિંમત રાખવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું.

પિતાનાં નિધન પછી માતાના મોતથી સંતાનો નોધારાં થયાં:
સૈયદપુરામાં આવેલ રાજાવાડીમાં રહેતા 38 વર્ષનાં શબાનાબેન મોહમ્મદ અંસારીના પતિનું નિધન હૃદયરોગને લીધે થયુંયું હતું. હાલમાં તેઓ પુત્ર અનશ, આકિબ તેમજ 7 વર્ષીય માસુમ દીકરી અલવીરાની સાથે રહેતા હતા. 10 દિવસ અગાઉ તેમને લક્ષણો જણાઈ આવતાં રિપોર્ટ કરાવતાં પોઝિટિવ આવ્યો હતો.

જેથી એમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 2-3 દિવસથી તેમની તબિયત સ્તિથી ગંભીર બનતાં તેમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. શનિવારની સાંજે 5:30 વાગ્યે તેમનું નિધન થયું હતું. જો કે, મોત થયાના 4 કલાક અગાઉ એટલે કે બપોરે 1:30 વાગે શબાનાએ વીડિયો-કોલ મારફતે પુત્ર અનશ અને દીકરી અલવીરાની સાથે વાત કરી હતી.

વીડિયો-કોલના 4 કલાક પછી તબિયત લથડી હતી:
વીડિયો-કોલમાં શબાનાએ દીકરાને જણાવ્યું હતું કે, અહીં ખૂબ જ તકલીફ થાય છે. મને બીજે શિફ્ટ કરી દો ત્યારે 7 વર્ષીય અલવીરાએ જણાવ્યું હતું કે ‘અમ્મી, આપ હિંમત રખના’. જો કે, ત્યારબાદ 4:30 વાગે સિવિલમાંથી શબાનાના દીકરા અનશને કોલ ગયો હતો કે, તમારી માતાની તબિયત ગંભીર છે.

ત્યારબાદ 1 કલાક પછી ફરીથી અનશને તેની માતાનું નિધન થઇ ગયું હોવાનો સંદેશ મળ્યો હતો. પિતા વિનાના દીકરાએ માતાના મોતની જાણ માસીને કરવામાં આવી હતી તેમજ રવિવારની સવારે સૈયદપુરામાં આવેલ હસનજી કબ્રસ્તાનમાં દફનવિધિ કરવા માટે કબર ખોદવામાં આવી હતી.

ઘટના શું હતી?
રવિવારની સવારે શબાનાનો પરિવાર મૃતદેહ લેવા માટે ગયો ત્યારે સતત 1 કલાક સુધી તેમને બેસાડવામાં આવ્યા હતાં તેમજ મૃતદેહ બદલાઇ ગયો હોવાની જાણ કરવામાં આવી ન હતી. ત્યારપછી પરિવારની ધીરજ ખૂંટતાં તેમણે મૃતદેહની માંગણી કરવામાં આવી હતી.

આ સમયે સિવિલમાં મૃતદેહનો નિકાલ કરનાર ખાનગી ટ્રસ્ટના સંચાલકે ભૂલ થઇ ગઇ હોવાનું જણાવીને શબાનાના અંતિમસંસ્કાર કરી દીધા હોવાની જાણ કરવામાં આવી હતી. આમ સાંભળતાંની સાથે જ શબાનાના પુત્ર તેમજ તેમનાં બહેનના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. ત્યારબાદ તેમણે પોતાનાં પરિવારજનોને બોલાવતાં વિવાદ સર્જાયો હતો.

ખટોદરા પોલીસે 2 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો:
સિવિલની આ બેદરકારીને કારણે રોષે ભરાયેલ શબાનાના પુત્ર અનશ તેમજ તેની માસીએ જવાબદારને મારવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જો કે, પોલીસ આવી જતાં તેમણે ઘટનાની તપાસ કરવાની ખાતરી આપવામાં આવી હતી. મૃતદેહને જોવા માટે પરિવાર સતત આજીજી કરતો રહ્યો હતો.

પોલીસ શબાનાના પરિવારને મડદાઘરમાં લઇ ગયાં ત્યારે ત્યાં સુશીલાનો મૃતદેહ પડ્યો હતો. સુશીલાના પરિવાર શનિવારની મોડી સાંજે જ તેમને સોંપાયેલ શબાનાના મૃતદેહના અગ્નિસંસ્કાર કરીને તેમના વતન મહારાષ્ટ્રના ધુલિયામાં આવેલ નિમગુળ ગામે જતા રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *