સુરત: કતારગામમાં મંદીના સમયમાં હિંમત હારી રત્નકલાકારે આપઘાત કરી જીવન ટુકાવ્યું

સુરત કતારગામ વિસ્તારમાં આવેલી પ્રાણનાથ હોસ્પિટલની બાજુમાં રહેતા યુવકે લોકડાઉનમાં બેકાર બનેલા રત્ન કલાકારએ કરી લીધો આપઘાત, તે 17 વર્ષથી હીરા ઘસવાનું કામ કરતો હતો. 1 વર્ષ થી બેકાર બનેલા રત્ન કલાકાર એ લોકડાઉન જેવી પરિસ્થિતી જોઇ હિંમત હારી ગયો અને ઘરના પંખા પર લટકી આત્મહત્યા કરી લીધી હતી.

સુરત માં લોકડાઉન પેહલાથી જ રત્ન કલાકારોની પરિસ્થિ ખૂબ જ ખરાબ હોઈ તેવું લાગી રહ્યું છે તેનો જીવતો જાગતો નમૂનો આ 42 વર્ષય ભરત સરવૈયા છે. જે છેલ્લા 17 વર્ષ થી હીરા ઘસી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવતો હતો. મહિને 20 હજાર જેટલા રૂપિયા કમાતો હતો પણ હીરા માં આવેલી આર્થિક મંદી ને કારણે તે ભરત ભાઈ ને કારખાના માંથી છૂટો કરી દેવમાં આવીયો હતો તે રોજબરોજ નોકરીની શોધ માં અલગ અલગ હીરા ના કારખાનમાં જતો હતો પણ કામ નથી તેવું કહી તેને ત્યાં થી કાઢી મુકવામાં આવતો હતો. ભરત એક વર્ષ સુધી પોતે પરિવારના સભ્યોની મદદ લઇ ગુજરાન ચલાવતો રહ્યો એ આશા એ કે તેને ફરી હીરા માં કામ મળી જશે પણ લોકડાઉન બાદ તેની તે ઉમ્મીદ પણ તૂટી ગઈ અને તે હિંમત હારી ગયો અને ગઈકાલે તેણે પોતાના જ ઘર માં પંખા પર લટકી આપઘાત કરી લીધો અને જિંદગી ને કરી દીધી અલવિદા.

ભરતને પરિવારમાં બે દીકરા છે. પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ તેઓ પણ પિતા વિહોણા બન્યા છે એટલું જ નહીં તે એક વિધવા માતા નો એક ને એક દીકરો હતો અને ત્રણ બહેનો એક ભાઈ હતો પણ આ હીરા ની મંદી એ આ તમામનો વ્હાલનો દરિયો છીનવી લીધો. ભરતના આપઘાત બાદ પરિવાર માં શોક ની લાગણી છવાઈ ગઈ છે. પરીવારમાં માતમ છવાઇ ગયું છે.

હાલ તો પોલીસ એ ભરતની મોત નો અકસ્માત મોતનો ગુંનો નોંધી વધુ તપાસ હાથ ધરી છૅ. પરિવારની માંગ છે કે સુરતમાં રત્નકલાકારની પરિસ્થિ ખૂબ જ ખરાબ છૅ. જે ભરત સાથે થયું તે અન્ય રત્ન કલાકાર સાથે નહીં થઈ સરકાર રત્ન કલાકાર માટે કોઈ જાહેરાત કરે અને તેઓ ને સહાય કરે તેવી માંગ પણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *