ઉના(Una): શહેરમાં આવેલ શા.ડેસર(Sha. Desar) ગામની સરકારી પ્રાથમિક શાળામાં એક તરફ પ્રવેશોત્સવ ચાલી રહ્યો હતો. અધિકારીઓ, પદાધિકારીઓએ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવી સરકારના વખાણ કરીને રવાના થયા અને થોડીવાર બાદ વિદ્યાર્થીઓને શાળામાં મધ્યાહન ભોજન આપવામાં આવ્યું અને દાળ ઢોકળીની રસોઈમાં ગરોળીનું બચ્ચું નીકળતા ધો-6 વિદ્યાર્થીનીએ ભોજનમાં આવેલી ગરોળીનું બચ્ચાવાળુ ભોજન લઇ શાળાના આચાર્યને બતાવતા તે પણ ચોકી ઉઠ્યા હતા.
સરપંચે ગામના આગેવાનો અને વાલીઓનો સંપર્ક કરી મામલતદાર, ટીડીઓને જાણ કરી ઉના સીએચસી સેન્ટરના આરોગ્ય અધિકારીને તપાસના આદેશ આપ્યા હતા. ટીમ તાત્કાલીક શા.ડેસરની સરકારી પ્રાથમિક શાળામાં પહોંચી હતી. અને બાળકોની તપાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ભયમુક્ત હોવાથી રાહતનો શ્વાસ લીધો હતો.
શા.ડેસરની સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી જાડેજા તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારી હાજર હોવા છતાં તેઓએ બપોરના ભોજનનું મેનુ અને રાંધેલા ખોરાકની તપાસ કેમ ન કરી? તે બાબત લોકોમાં સવાલો ઉઠવા લાગ્યા હતા.
સરકારી શાળાઓમાં આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં નબળી ગુણવત્તાના અનાજ અને શાકભાજીનો ઉપયોગ અને રસોડાના ભોજનમાં બેદરકારીને કારણે જીવજંતુઓ પડવાની વારંવાર ફરિયાદો છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જેના કારણે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકતા હોય છે. શાળા પ્રવેશ મહોત્વસ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શાળામાં હાજર હોવાથી કાર્યક્રમ પૂર્ણ કરીને કચેરીએ આવ્યા હતા. બાદમાં શા.ડેસર ગામના સરપંચ નારણભાઈ બાંભણિયાએ મને કહ્યું કે કોઈ વિદ્યાર્થીને તકલીફ નથી.
શા.ડેસર પ્રા.શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં રસોઇ બનાવતી વખતે મામલતદાર આર.આર.ખાંભરાએ વિદ્યાર્થીની થાળીમાં ગરોળીનું બચ્ચું જોતાં તેમણે તાત્કાલિક આરોગ્ય વિભાગના તબીબી ટીમને જાણ કરી હતી. અને તમામ બાળકોની તપાસ કરાવવા ટીપીઓ અને પ્રિન્સિપાલને રિપોર્ટ મોકલવા જાણ કરી હતી. દરેક કેન્દ્ર પર ટીમો મોનિટરિંગ માટે મોકલવામાં આવશે.
આચાર્યા અરુણાબેને કહ્યું કે, મસાલા વધારે પડતા નાખેલ હોય જેથી ખ્યાલ ન આવ્યો. મામલતદારે આપેલા અહેવાલમાં તાલુકા શિક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે મેં શા.ડેસરની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનની ચકાસણી કરી હતી. અને તેમાં એક ગરોળી નીકળી હોવાની વાત બહાર આવતા નાનું ગરોળીનું બચ્ચું કાંઇથી ઉડીને પડ્યુ હોય અને તે બચ્ચાને નરી આખે જોઈ શકાય તેવી ગરોળી નથી. મામલતદારે પણ આવો તપાસ રિપોર્ટ મોકલી આપતા આશ્ચર્ય સર્જાયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.