નવસારી(Navsari): ફાસ્ટ ફૂડ (fast food)માંથી જીવજંતુ (insects)ઓ નીકળવાના કિસ્સાઓ અવાર-નવાર સામે આવતા જ રહે છે. ઘણી વાર મોટી હોટેલો (Hotel)માં તેમજ નામ ધરાવતી કંપનીઓના ફાસ્ટ ફૂડમાં પણ જીવજંતુઓ નીકળતા હોય છે. ત્યારે વધુ એક કિસ્સો નવસારીમાંથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, મંગળવારના રોજ ઉભરાંટ રોડ પર નિમળાઈ ગામે ગ્રાહક કોકો પીતી હતો ત્યારે ગરોળી નીકળી હતી.
આ પછી ગ્રાહકે દુકાનદાર સાથે બોલાચાલી પણ કરી હતી. તેમજ આ ઘટનાનો વિડીઓ પણ બનાવ્યો હતો. જેથી આરોગ્ય વિભાગ કડક કાર્યવહી કરે તેવી માંગ ઉઠી છે. મરોલી બજારમાં પ્રખ્યાત આઈસ્ક્રીમની દુકાન આવેલી છે. જેના દુકાનદાર દ્વારા મોબાઈલ આઈસ્ક્રીમની દુકાન ચલાવી રહ્યા છે.
કોકોમાંથી ગરોળી નીકળતા દુકાનદાર અને ગ્રાહક વચ્ચે ચકમક ઝરી:
આ પહેલી વાર નથી, આ અગાઉ પણ ઘણી વાર જીવજંતુ નીકળ્યા હોવાના કિસ્સાઓ અવારનવાર સામે આવ્યાં છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર, મંગળવારે બપોરે દેવનારાયણ આઈસક્રીમના એક ટેમ્પોમાં ચાલતી દુકાન ઉભરાટ રોડ પર આવેલ નિમળાઈ ગામે ઊભી હતી, ત્યારે ગ્રામજને કોકોનો ઓર્ડર આપ્યો હતો. કોકો પીતા હતા તે દરમિયાન તેમાંથી ગરોળી નીકળી હતી.
આ બાબતે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. આ બાબતે ગ્રાહકે કોઈ ફરિયાદ નોંધાવી ન હતી. આરોગ્ય વિભાગ દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા આવા દુકાનદારો સામે કાર્યવાહી થાય તેવી માંગ મરોલી પંથકના લોકો કરી રહ્યા છે. આ અંગેનો વિડીયો પણ વાયરલ થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.