આમ જનતા માટે રાત્રી કર્ફ્યું અને ભાજપના કાર્યાલય પર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને ભેગા થવા માટે છૂટ?

રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો જણાય રહ્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ રાજકીય પાર્ટીઓ સતર્ક થઈ ગઈ છે. ઉમેદવારી…

રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો જણાય રહ્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ રાજકીય પાર્ટીઓ સતર્ક થઈ ગઈ છે. ઉમેદવારી નોંધવવા માટે કાર્યાલયો ઉપર ભારે ભીડ જમા થઈ રહી છે. આ ઉપરાંત, કોરોનાના કારણે હાલમાં રાજકોટ,અમદાવાદ, સુરત અને વડોદરામાં રાત્રિ કર્ફ્યૂ (Night curfew)લગાવવામાં આવ્યો છે. પોલીસ રાત્રિ કર્ફ્યૂનો ભંગ કરનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરે છે. ત્યારે ગઈ કાલના રોજ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય (Rajkot city BJP office) ખાતે રાત્રી કર્ફ્યૂનો ભંગ થયાનું સામે આવ્યું છે.

રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે રાત્રિના 11 વાગ્યા બાદ પણ કાર્યકર્તાઓ તેમજ ઉમેદવારો અને પાર્ટીના સિનિયર નેતાઓ હાજર હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ કોરોના મહામારી (Corona pandemic)ના કારણે જે નિયમો બનાવવામાં આવ્યા છે તેનો પણ ખુલેઆમ  ભંગ થતો નજરે પડી રહ્યો છે. ઠેરઠેર સોશિયલ ડિસ્ટન્સિંગ (Social distancing)નો ભંગ તેમજ મોટાભાગના કાર્યકર્તાઓે માસ્ક વગર હોવાનું જોવા મળ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારના રોજ 12:39 મિનિટે ભારતીય જનતા પાર્ટીના 72 ઉમેદવાર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના છે. ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારીને સોંપવામાં આવે તે પૂર્વે તેની ખરાઈ કરવા માટે ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. શુક્રવારના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા બહુમાળી ચોક ખાતે એક સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત, બીજી તરફ રાજકોટ શહેર કૉંગ્રેસ દ્વારા પણ શુક્રવારના રોજ જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવારના રોજ કૉંગ્રેસના 22 જેટલા ઉમેદવારો ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવવાના છે. એનસીપી દ્વારા પણ જાહેર કરવામાં આવેલા ઉમેદવારો ચૂંટણી અધિકારીને પોતાનું ઉમેદવારી પત્રક સોંપશે. એનસીપીના ઉમેદવારોની સાથે એનસીપીના ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશ્મા પટેલ પણ ઉપસ્થિત રહેશે.

હાલમાં ભાજપ હોય કે કૉંગ્રેસ, બંને પાર્ટીમાં કેટલાક નેતાઓને ટિકિટ કપાતા તો કેટલાક કાર્યકર્તાઓને ટિકિટ ન મળતાં રોષ જોવા મળી રહ્યો છે. બંને પાર્ટી પોતાના નારાજ થયેલા નેતાઓ તેમજ કાર્યકર્તાઓને કયા પ્રકારે મનાવે છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *