તૌકતે વાવાઝોડાએ હાલ સમગ્ર ગુજરાતમાં તબાહી મચાવી છે. વાવાઝોડું રાત્રે 9 વાગ્યે ગુજરાતના ઉના પાસે ટકરાયું હતું. તે દરમિયાન તેની ગતિ પ્રતિ કલાક 150થી 175 કિલોમીટરની હતી. ભારે પવનને કારણે સંખ્યાબંધ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થઈ ગયાં હતાં. હાઈવે અને ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં વૃક્ષો પડી ગયાં હોવાથી રસ્તાઓ બંધ થઈ ગયા હતા, જ્યારે વીજપોલ પડી જતાં સમગ્ર પંથકમાં અંધારપટ છવાયો હતો.
ગઈકાલે રાત્રે દીવ થી થોડે દુર ગુજરાતની જમીન પર ત્રાટકેલું તૌક્તે વાવાઝોડું પોતાના વિકરાળ સ્વરૂપથી નુકસાની વેરી રહ્યું છે. આ વાવાઝોડું દીવથી 10 કિલોમીટર દૂર ટકરાયું. વાવાઝોડાનું કેન્દ્ર દીવથી 35 કિલોમીટર ઇસ્ટ-સાઉથ ઇસ્ટમાં છે.
તૌકતે વાવાઝોડાએ હાલ સમગ્ર ગુજરાતમાં તબાહી મચાવી છે. અનેક જગ્યા ઉપર ભારે નુકશાન થયું છે. અનેક લોકો ગુમ થયા હોવાના અમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે આજ રોજ આવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટના માં એક જ પરિવાર ના 3 સભ્યો નું ડૂબી જતાં કરુણ મોત, ચાંદોદના ડભોઇ તાલુકાના તીર્થક્ષેત્ર કરનાળીના સોમનાથ ઘાટના કિનારે નર્મદા નદીમાં સ્નાન કરતી વખતે વડોદરાના એક જ પરિવારના 3 સભ્યો માતા, દીકરી અને દીકરાનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે.
મળતી માહિતી અનુસાર, એસ- 9 સૂર્યકિરણ કોમ્પ્લેક્ષ નોવિનો બેટરી સામે માંજલપુર ખાતે રહેતા ભાઈલાલભાઈ ઇશ્વરભાઇના પત્ની જયાબેન ભાઈલાલભાઈ ઉંમર વર્ષ 42, પુત્રી ઉષા ભાઈલાલભાઈ ઉંમર વર્ષ 21, અને પુત્ર હાર્દિક ભાઈલાલભાઈ ઉંમર વર્ષ 20 આ ત્રણેય માતા- દીકરી અને દીકરો સોમવારની સમી સાંજે કરનાળીના સોમનાથ ઘટના કિનારે નર્મદામાં સ્નાન માટે પહોંચ્યા હતા જે વખતે એકાએક પાણીના પ્રવાહમાં આ ત્રણેય તણાઈ અને લાપતા થયા હતા.
ત્યાં ના સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યાં
આ ઘટનાની જાણ પોલીસ અને ત્યાંના સ્થાનિક લોકો ને જાણ થતાં દોડી આવ્યા હતા, અને સ્થાનિક તરવૈયાઓની મદદથી નદીમાં લાપતા થયેલાઓની શોધખોળ કરવામાં આવી હતી. શોધખોળ બાદ માતા-પુત્રી અને પુત્ર ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે ભાઈલાલભાઈ ઇશ્વરભાઇની ફરિયાદના આધારે ત્રણેય મૃતદેહના પીએમ સહિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.