સુરતમાં સ્થાનિક પોલીસનું પેટ્રોલિગ માત્ર કાગળ પર: સ્થાનિકોને રાતે ધાડપાડુંઓથી બચવા જાતે પેટ્રોલિંગ કરવું પડ્યું 

ગુજરાતમાં ચારેયકોર ચોરી તથા લુંટફાટ જેવી ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ અન્ય એક ઘટના રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી સામે આવી રહી છે. સમગ્ર રાજ્યના અનેક ખૂણે ચોરીની મોડ્સ ઓપરેન્ડી ધરાવતી ચડ્ડી બનીયાનધારી ગેંગ ફરી એકવાર સક્રીય બની છે.

સુરતમાં વેડ ગામ વિસ્તારમાં ધાડપાડું ગેગ થી લોકો માં ભય નો માહોલ સર્જાયો છે. સિંગણપોર ડભોલી પોલીસ મથક ની હદમાં આવેલા વેડ ગામ માં છેલ્લા 15 દિવસ થી ધાડપાડું ગેંગ સક્રિય થઇ છે. ગત રોજ પણ રાત્રી દરમિયાન ધાડપાંડુ ગેગ દેખાતાં લોકો માં ફેલાયો ભય નો માહોલ સર્જાયો છે.

સ્થાનિક પોલીસનું પેટ્રોલિગ માત્ર કાગળ પર જ દેખાય રહિયા છે. જેને કારણે ગામવાસીએ પોતેજ ધાડ પાડું ગેગ ને શોધવા રાત્રી દરમિયાન કર્યું પેટ્રોલિગ કરવા જવું પડ્યું. નાની વેડ અને મોટી વેડ ગામના યુવાનો રાત્રી દરમિયાન જાગી પેટ્રોલિગ કરી રહ્યા છે.

ગામવાસીએ પોતેજ ધાડ પાડું ગેગ ને શોધવા રાત્રી દરમિયાન કર્યું પેટ્રોલિગ

અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા પણ 12 એપ્રિલના રોજ સુરતના ડભોલી સિંગણપોર વિસ્તારમાં તસ્કરોનો આંતક સામે આવ્યો છે. મોટી વેડ ગામમાં એકલા રહેતા NRI વૃદ્ધ દંપતિના બંગલામાં ચોરોએ હાથ સાફ કરતા પોલીસ દોડતી થઈ ગઈ છે. જાણવા મળ્યું છે કે, આ તસ્કરો બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ્યા છે. જોકે, તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ ગયાં છે. બે દિવસ પહેલા પણ ધાડપાડું ગેંગએ આ જ વિસ્તારના એક બંગલામાં ચોરી કરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે, ધાડપાડું ગેગના 5 જણા સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. જાણવા મળ્યું છે કે, પરિવાર જાગી જતા બુમાબૂમ કરતા ચોરો ભાગી ગયા હતાં. જોકે, કર્ફ્યૂ દરમિયાન ધાડપાડું ગેગ આંતક મચાવતા પોલીસ પેટ્રોલિંગ પર પણ પ્રશ્નો ઉભા થયા છે. આ ઘટનાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે.

મોટી વેડ ગામમાં એકલા રહેતા NRI વૃદ્ધ દંપતિના બંગલામાં ચોરોએ હાથ સાફ કર્યો

રાજુભાઇ પટેલે જણાવ્યું હતું કે, મામા મામી બન્ને અમેરિકાના રહેવાસી છે. 4 પુત્ર અને 2 પુત્રીઓ હાલ અમેરિકામાં જ રહે છે. પેરાલીસીસના કારણે વૃદ્ધ મામા-મામી 4 વર્ષથી સુરત મોટી વેડ દરગાહ પાસે પોતાના ખેતરમાં બનાવેલી વાડીમાં રહે છે. રાત્રે કેટલાક અજાણ્યા ઈસમો બંગલાની ગ્રીલ તોડીને પ્રવેશ કર્યા બાદ રોકડ 30-40 હજાર લઈ ગયા હોવાનું સામે આવ્યું છે. મામી સવારે જગ્યા ત્યારે બંગલાની વેરવિખેર હાલત જોઈ ચોંકી ગયા હતા અને પડોશી-સગાઓને ફોન કરીને જાણ કરી હતી.

વધુમાં જાણવા મળ્યું હતું કે, કમુબેનના બંગલાની બાજુમાં જ એમના નાના દિયર ઈશ્વર પટેલનો બંધ બંગલો છે. લગભગ એમાં પણ ચોરીનો પ્રયાસ કરાયો હોય તેમ લાગે છે. જોકે હાલ તેઓ અમેરિકામાં છે અને એમને જાણ કર્યા વગર પ્રવેશ કરવો નથી. આ મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે.

આ ઉપરાંત, 16 માર્ચના રોજ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ ડભોલી પાસે નંદનવન સોસાયટીમાં સાત જેટલા ધાડ પાડું ધાડ પાડવા ના ઇરાદે ઘુસ્યા હતા. ત્યારે રાત્રે લોકો જાગી જતા બૂમા-બૂમ કરતા ધાડ પાડું ગૅંગ સોસાયટીમાંથી ભાગી છુટી હતી. સાત જેટલા ધાડ પાડું CCTVમાં થયા કેદ થયા છે.

કતારગામ વિસ્તારમાં આવેલ ડભોલી પાસે નંદનવન સોસાયટીમાં સાત જેટલા ધાડ પાડું CCTVમાં કેદ 

જાગૃત નાગરિક અમિત કુમારએ જણાવ્યું હતું કે, 7-8 જેટલા ચડ્ડી બનિયાનધારી ગેંગના સભ્યો સોસાયટીમાં ઘૂસી ગયા હતા. લગભગ 6 મકાનોને બહારથી બંધ કરી પરિવારને અંદર બંધ કરી દીધા હતા. ત્યારબાદ એક મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો, ત્યારબાદ બીજા મકાનમાં ગ્રીલ ખોલી અંદર ઘૂસી ગયા હતા, જોકે એ દરમિયાન સોસાયટીમાં રહેતા GEBના એક કર્મચારીએ ચેકિંગ અર્થે જવાનું હોવાથી બહાર નીકળતા કેટલાક શકમંદ દેખાતા પૂછ્યું તો એમની ઉપર હુમલો કરાયો હતો. અગાઉ થોડા દિવસો પહેલાં પણ આ જ સોસાયટીના આગળની હરોળમાં ચોરીનો બનાવ બન્યો હતો. લગભગ પોલીસ ફરિયાદ પણ કરાઈ હતી. અમે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા તો અમને અરજી લખીને આપી દો એવું કહેવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *