31 મે સુધી વધી શકે છે લોકડાઉન, દેશમાં શરૂ રહેશે આ જિલ્લાઓમાં લોકડાઉન

આજે 17 મે છે અને આજે જ લોકડાઉન ત્રણની સમય મર્યાદા પૂરી થઈ રહી છે. તેની સાથે જ આખો દેશ રાહ જોઈ રહ્યો છે કે લોકડાઉન ચારના નિયમ અને કાયદાઓ શું હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સંબોધનમાં પહેલાં જ કહી ચૂક્યા છે કે લોકડાઉન ચાર નવા રંગરૂપ સાથે દેશમાં લાગુ થશે.

જણાવી દઈએ કે લોકડાઉનનો આજે પણ 53મો દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૪ માર્ચના રોજ લોકડાઉનની જાહેરાત કરી હતી. આ લોકડાઉન ૨૧ દિવસ માટે હતું. ત્યારબાદ બીજા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી. આ લોકડાઉનની સમય મર્યાદા ત્રણ મે સુધી હતી. ત્યારબાદ ફરીથી લોકડાઉનને બે અઠવાડિયા વધારવામાં આવ્યું. આજે લોકડાઉન ત્રણની છેલ્લી તારીખ છે.

લોકડાઉન લાગુ થયેને ભલે 50 દિવસથી વધારે સમય થઈ ચૂક્યો છે, પરંતુ કોરોનાવાયરસ નો ખાત્મો નથી થયો. આ છેલ્લા ૫૦ દિવસમાં બીજા દેશના સરખામણીએ ભારતમાં તેના સંક્રમણની ઝડપ ધીમી જરૂર પડી છે.

30 જિલ્લાઓમાં શરૂ રહેશે લોકડાઉન

સૂત્રો પાસેથી મળી રહેલી જાણકારી અનુસાર દેશના 30 જિલ્લાઓમાં લોકડાઉન કડકાઈથી ચાલુ રહેશે.આ દેશના તે જિલ્લાઓ છે જ્યાં કોનાથી છેલ્લા દિવસોમાં સૌથી વધારે નુકસાન થયું છે અને આજે પણ કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ, ઔરંગાબાદ, પુણે, પાલઘર, નાસિક અને થાણેમાં લોકડાઉન પહેલા જેવું રહેશે.

અમદાવાદ, વડોદરા અને સુરતમાં પણ છૂટની સંભાવના ઓછી

આ ઉપરાંત ગુજરાતના અમદાવાદ વડોદરા અને સુરતમાં લોકડાઉન ચાલુ રહેશે. અમદાવાદમાં કોરોનાવાયરના ઘણા હોટસ્પોટ મળી આવ્યા છે. દેશની રાજધાની દિલ્હીને પણ આ શ્રેણીમાં રાખવામાં આવી છે. જે બાદ નક્કી છે કે અહીંયા છૂટ મળવાની સંભાવના ઓછી છે. દિલ્હીમાં પાછલા થોડા દિવસથી સતત 400થી વધારે કોરોના કેસ સામે આવી રહ્યા છે.

તેમજ તમિલનાડુ ની વાત કરીએ તો અહીંયા પણ ઘણા જિલ્લાઓમાં લોકડાઉનનું કડકાઈથી પાલન થશે.

ભોપાલ, ઈન્દોર, કોલકાતામાં પણ ચાલુ રહેશે લોકડાઉન

મધ્યપ્રદેશના ભોપાલ અને ઇન્દોર એવા જિલ્લાઓ છે જ્યાં લોકડાઉન ચાલુ રહેશે. પશ્ચિમ બંગાળમાં હાવડા અને કોલકાતામાં પણ આવી રીતે જ લોકડાઉનનું પાલન કરાવવામાં આવશે. આ જિલ્લાઓમાં હોટસ્પોટ મળી આવ્યા છે.

રાજસ્થાનના જયપુર, જોધપુર અને ઉદયપુરમાં પણ લોકડાઉન કડકાઈથી ચાલુ રહેવાની આશા છે. ઉત્તરપ્રદેશમાં આગ્રા અને મેરઠ, આંધ્રપ્રદેશમાં પૂર્વ તેલંગાણાના ગ્રેટર હૈદરાબાદ, પંજાબના અમૃતસર અને ઓરિસ્સાના બહેરામપુર માં કડકાઈથી લોકડાઉન ચાલુ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *