LOCKDOWN 4 અંગે થોડીવારમાં કેન્દ્ર સરકારની GUIDELINES જાહેર થશે. સાંજે 5 કલાકે મુખ્યમંત્રી નિવાસસ્થાને કોર કમિટીની બેઠક મળશે. બેઠકમાં રાજ્યમાં લોકડાઉન 4ની છૂટછાટ અંગે નિર્ણય લેવાશે. કેન્દ્રના નિર્ણયના આધારે મોડી રાત સુધીમાં ગુજરાત સરકાર જાહેરાત કરશે. ઉલ્લખનીય છે કે કેન્દ્રએ આગોતરી જાણકારી આપીને દેશભરમાં ૩૧મી મે સુધી LOCKDOWN લંબાવ્યાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર સાંજ સુધીમાં લોકડાઉન-૪ અંગેની નવી GUIDELINES બહાર પાડશે. ગુજરાત સરકાર દ્વારા કેન્દ્રની ગાઇડલાઇન બાદ ગુજરાતના લોકડાઉન અંગે જાહેરાત કરવામાં આવશે.
દેશવ્યાપી લોકડાઉન પહેલા 25 માર્ચથી 21 દિવસ માટે લાદવામાં આવ્યું હતું અને ત્યારબાદ 15 મી એપ્રિલ અને પછી 4 મેના રોજ લંબાવવામાં આવ્યું હતું.
देश भर में लॉकडाउन 31 मई तक बढ़ाया गया. थोड़ी देर में गृह मंत्रालय जारी करेगा विस्तृत दिशानिर्देश. #lockdown #lockdown4
— रोहित सरदाना (@sardanarohit) May 17, 2020
મહારાષ્ટ્ર , પંજાબ અને તામિલનાડુ પહેલેથી જ લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં 5 હજાર જેટલા કોરોના કેસ સામે આવ્યા છે. ગઈકાલે ગુજરાતમાં પણ 1000 થી વધુ કોરોના પોઝીટીવ કેસ આવ્યા હતા. અમુક છૂટછાટ સાથે લોકડાઉન 4 નો અમલ આવતી કાલથી શરૂ થશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અઠવાડિયાની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે, 18 મેથી શરૂ થનારી લોકડાઉન 4.0. નો અમલ વિવિધ નિયમો અને માર્ગદર્શિકા સાથે કરવામાં આવશે. નવી દિશાનિર્દેશો એ રાજ્યોના સૂચનો પર આધારિત છે કે 11 નવેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહામારી અંગે મુખ્ય પ્રધાનો સાથેની પાંચમી ચર્ચા દરમિયાન માંગ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news