કોરોનાના ભયમાં ગુજરાતી વિપક્ષી નેતા લોકોને જમાડે છે, બીજી તરફ દિલ્હીના બેશરમ નેતા ક્રિકેટ રમી રહ્યા છે

દિલ્હી ભાજપના પ્રમુખ મનોજ તિવારી ફરી એક વખત વિવાદમાં ફસાયા છે. જ્યારે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે ત્યારે આવા સમયમાં મનોજ તિવારી હરિયાણામાં ક્રિકેટ રમતા નજરે દેખાયા હતા. ખરેખર ભાજપ સાંસદ મનોજ તિવારી સોનીપતમાં એક ક્રિકેટ એકેડમી નો કાર્યક્રમ હતો ત્યાં હાજરી આપવા ગયા હતા. ત્યાં ક્રિકેટ રમાતી જોઈને તેમને પણ ક્રિકેટ રમવાનું મન થયું હતું એટલે તેઓ પણ ક્રિકેટ રમવા બેસી ગયા હતા. આ ન્યુઝ વાયરલ થતા લોકોએ મનોજ તિવારી ના વીડિયોને ખૂબ જ ટ્રોલ કર્યો હતો અને લોકોએ કહ્યું કે, “જે સમયે દેશની સેવા કરવાની છે તેવા સમયમાં દેશને એક બાજુ મુકીને તેઓ ક્રિકેટ રમી રહ્યા છે.”

મનોજ તિવારી ના કહેવાથી આ કાર્યક્રમના આયોજનકારોએ તેમના માટે ક્રિકેટના કપડા લાવ્યા હતા, ત્યારબાદ તેણે હેલ્મેટ અને પગમાં પેડ ચડાવી બેટિંગ કરવા માટે આવ્યા હતા. કાર્યક્રમના આયોજક એ મનોજ તિવારીને ક્રિકેટ રમવાની સલાહ આપી હતી તેમણે કહ્યું કે, “ક્રિકેટ રમતી વખતે આઈ.સી.સી ની દરેક ગાઈડલાઈન્સ નું પાલન કરવામાં આવશે અને સાથે સાથે સરકારનો સોશિયલ ડીસટનસિંગ ના નિયમનું પણ ધ્યાન રાખવામાં આવશે.

બીજી તરફ આ કાર્યક્રમના આયોજકકારોએ આપેલા નિયમોનું પાલન મનોજ તિવારીએ બિલકુલ કર્યું નથી. ટ્વિટર પર એક યૂઝરે લખ્યું હતું કે, “આ લોકો દેશની ચિંતા છોડે અહીંયા મજા કરી રહ્યા છે” સાથે સાથે એક યૂઝરે એવું પણ લખ્યું હતું કે, “હવે ભાજપના સાંસદ મનોજ તિવારી પાસે માત્ર આજ કામ બાકી છે, મનોજ તિવારી તેના ક્ષેત્રમાં જઈ ને નાગરિકોને સમસ્યા વિશે કેમ ધ્યાન નથી રાખતા?” એક બીજા યુઝરે કહ્યું હતું કે, “લોકોની મદદ આપણે નથી કરવાની આપણે તો માત્ર જલસા કરવાના છે”.

આ તરફ મનોજ તિવારીએ પણ પોતાનો પક્ષ રાખતાં કહ્યું કે, “જ્યારે ક્રિકેટ રમાતી હતી ત્યારે દરેક નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું.” સાથે સાથે તેમણે કહ્યું કે, “અહીંયા એક કાર્યક્રમ હતો અને હું પોલીસ ઓફિસરોની પરવાનગી લઈને ત્યાં ગયો હતો, મારા એક ઓળખીતાએ આ એકેડમી ચાલુ કરી હતી અને આ એકેડમીને જોવા અને એક સામાન્ય મેચ રમવા મને ત્યાં બોલાવવામાં આવ્યો હતો. આ કારણોસર હું ત્યાં ગયો હતો. અને આ વિષયે હરિયાણા સરકાર અને ત્યાંના અધિકારીઓને આ અંગેની પૂરેપૂરી જાણકારી હતી. અને ક્રિકેટ રમતી વખતે ગ્રાઉન્ડ પર ફક્ત ૨૦થી ૨૫ લોકો હતા.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *