કોરોનાવાયરસને કારણે આખા દેશમાં લગાડવામાં આવે lockdown ના કારણે ભલે દેશની અર્થવ્યવસ્થા પર અસર પડ્યો હોય. પરંતુ આખો દેશ પ્રદૂષણ મુક્ત થઈ રહ્યો છે. નદીઓ સ્વચ્છ થઈ રહી છે. હિમાલય જાલંધર માંથી દેખાઈ રહ્યો છે. ગંગા નદીનું પાણી હરિદ્વાર માં ફરવા લાયક થઈ ગયું છે. મતલબ એ છે કે lockdown થી આખા દેશ સવચ્છ હવામાં શ્વાસ લઈ રહ્યો છે.
નાસાની અર્થ લેબોરેટરી એ છેલ્લા ચાર વર્ષની તસવીરો જાહેર કરી છે.જેમાં આ જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે પ્રદૂષણ નું સ્થળ આખા દેશમાં ઓછું થઈ ગયું છે. Lockdown ના કારણે વાહનોનું હલન-ચલન નહિવત બરાબર છે. મોટાભાગની ફેક્ટરીઓ બંધ છે. લોકો ઘરની બહાર જરૂરી કામ માટે નીકળી રહ્યા છે.
Satellite data show that levels of airborne particles over northern #India have dropped significantly since the #COVIDー19 lockdown began. https://t.co/xz6NgbQLOW pic.twitter.com/aP0fi5vL64
— NASA Earth (@NASAEarth) April 21, 2020
આ lockdown માં જ્યાં કોરોનાવાયરસ ના સંક્રમણને રોકવામાં મદદ મળી રહી છે સાથે સાથે પર્યાવરણ પર પણ તેનો ચોંકાવનારી અસર જોવા મળી રહી છે. એવામાં દેશમાં પ્રદૂષણની માત્રા ખૂબ ઓછી થઈ ગઈ છે. નાસા તેના પર સતત અભ્યાસ કરી રહ્યું છે.
અંતરિક્ષ એજન્સી નાસાએ આ તસવીરો સેટેલાઇટ દ્વારા લીધી છે. Lockdown ને લીધે પ્રદૂષણ નું લેવલ ઝડપથી નીચું આવ્યું છે. જાણે કે ભારતમાં પ્રદૂષણની સમસ્યા ખતમ થઈ ગઈ છે તેના પર ના થાય પણ સેટેલાઈટ તસવીરો જાહેર કરી પોતાની મોહર લગાવી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news