Lockdown માં ચોર પોતાની હરકતોથી ઉપર નથી આવી રહ્યા.આવો જ એક મામલો યૂપીના દેવરિયાથી સામે આવ્યો છે, જ્યાં lockdown ના કારણે મકાન માલિક અને ભાડુઆત તાળું મારી પોતાના ગામ ચાલ્યા ગયા હતા, આ એકલતાનો લાભ મળતા જ ત્રણ ચોર તાળું તોડી અંદર ઘૂસી ગયા. પરંતુ એના બાદ જે થયું તે ખૂબ ચોંકાવનારું હતું.
ઘરની અંદર તાળું તોડી શોર પહોંચી ગયા હતા. ત્યારે જ પડોશના કેટલાક યુવકોને ચોરોને અંદર જતાં જોઈ લીધા. ઘરેણા એલીડી સહિત અન્ય સામાન ચોરી કરી નીકળી રહ્યા હતા. ત્યારે જ તેમને લાગ્યું કે મહોલ્લાના લોકો જે તેઓને જાણી ગયા છે. જ્યારે ચોરોને પાડોશીઓની અંદર આવવાની કનક લાગી તો બે ચોર પાણીની ટાંકી માં સંતાઈ ગયા અને એક ચોર તેની પાછળ સંતાઈ ગયો.
જેનાબાદ પાડોશીઓએ ટાંકીમાં ઘૂસેલા ચોરોની ખૂબ પીટાઈ કરી તેનો વીડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થઇ ગયો છે. ત્યારબાદ તેની જાણકારી પોલીસને આપવામાં આવી.જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને ત્રણેય છોડને ગિરફ્તાર કરી લીધા. એડિશનલ એસપીએ જણાવ્યું કે આ ઘટના સાચી છે. આ ઘટનાનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે. પણ એને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
કોટવાની ક્ષેત્રના રામનાથ દેવળિયામાં દિનેશકુમાર મોદીનું મકાન છે. જે lockdown ના સમયે તેમના પરિવાર સાથે ગામ રુદ્રપુર ચાલ્યા ગયા છે.એ જ મકાનમાં એક ભાડુઆત પણ પોતાના પરિવાર સાથે રહે છે એવો પણ પોતાના પરિવાર સાથે ગામ ચાલ્યું ગયું છે અને મકાનને તાળું મારી દેવામાં આવ્યું છે. આ બંધ મકાન પર ચોરોની ઘણા સમયથી નજર હતી. 2 એપ્રિલના રોજ સ્ટોર તાળું તોડી દિવસે જ ઘરમાં દાખલ થઈ ગયા. પરંતુ પાડોશીઓની નજરમાં આ ચોર ઉપર પડી જેના બાદ લોકોએ તેને રંગેહાથ ઝડપી લીધા અને ખૂબ પીટાઈ કરી.
એડિશનલ એસપી શિશુપાલ સિંહનું કહેવું છે કે આ નાના ક્ષેત્રનો મામલો છે. જ્યાં એક ઘરમાં ત્રણ ચોર ઘૂસી ગયા હતા પરંતુ પાડોશના લોકોએ તેમને માર્યા. પોલીસને આ ઘટનાની જાણકારી આપવામાં આવી હતી. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે તેને માલસામાન સાથે જ ગિરફતાર કરી લીધા.
પોલીસે જણાવ્યું કે આ ત્રણેય ચોર વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. પોલીસનું માનવું છે કે દિવસના સમયે ચોરોને અનુભવ થયો કે કોઇએ તેમને જોઈ લીધા છે તો બે પાણીની ટાંકીમાં ઘૂસી ગયા અને એક ટાંકીના પાછળ સંતાઈ ગયો. જેના બાદ તેને પકડી લેવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news