Loksabha Election 2024: કોંગ્રેસના માટે એક બાદ એક ઝટકા રુપ સમાચાર ઉત્તર ગુજરાતમાંથી મળી રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની અરવલ્લી જિલ્લામાં મુલાકાત બાદ જ વધુ એક નિરાશાજનક સમાચાર ચૂંટણી પહેલા કોંગ્રેસને મળી રહ્યા છે. મેઘરજના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના ત્રણ વાર ચૂંટાયેલ નેતા હવે કોંગ્રેસને રામ રામ કરી રહ્યા છે. તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધુ છે.આ ઉપરાંત હિંમતનગર વિધાનસભાના પૂર્વ પ્રમુખ વિપુલ પટેલ કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જોડાશે. વિપુલ પટેલ વર્ષ 2006થી સાબરડેરીના ડિરેક્ટર તરીકે કાર્યરત રહ્યા હતા. હવે કોંગ્રેસ સાથે છેડો ફાડી કેસરિયો ધારણ કરશે, આજે કમલમમાં મોટી સંખ્યામાં(Loksabha Election 2024) સમર્થકો સાથે વિપુલ પટેલ ભાજપમાં જોડાશે.
કોંગ્રેસી કાર્યકર જતીન પંડ્યા અને તેમના પત્નિ રુપલ પંડ્યાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ
પીઢ કોંગ્રેસી કાર્યકર જતીન પંડ્યા અને તેમના પત્નિ રુપલ પંડ્યાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે. રુપલ પંડ્યા હાલમાં જિલ્લા કોંગ્રેસના મહિલા પાંખના ઉપ પ્રમુખ હતા અને તેઓએ રાજીનામુ ધર્યુ છે. જતીન પંડ્યાએ દાવો કર્યો હતો કે, તેઓ અને અન્ય 600 જેટલા કાર્યકરો કેસરીયો ધારણ કરી રહ્યા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ તેમને કમલમ ખાતે ખેસ પહેરાવીને ભાજપમાં જોડશે. આ પહેલા જ ડો. વિપુલ પટેલે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. જે કોંગ્રેસને માટે ઉત્તર ગુજરાતમાં મોટા ઝટકા રુપ સમાચાર છે.
સાબરકાંઠા લોકસભા બેઠક પર સી.જે.ચાવડાનું નામ ચર્ચાઈ રહ્યું છે
હિંમતનગર શહેરના સહકારી જીન ચાર રસ્તા પાસે સાબરકાંઠા-અરવલ્લી લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું મંગળવારે પ્રદેશ ભાજપ મહામંત્રી અને ઉત્તર ઝોનના પ્રભારી રજનીભાઈ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. મધ્યસ્થ કાર્યાલયની રીબીન કાપતા સમયે તમામે જયશ્રીરામના નારા સાથે રીબીન કાપી મધ્યસ્થ કાર્યાલયમાં પ્રવેશ કર્યો હતો.સાબરકાંઠા લોકસભા બેઠક પર સી.જે.ચાવડાનું નામ ચર્ચાઈ રહ્યું છે તેના જવાબમાં પાર્ટી જે ઉમેદવાર નક્કી કરે તે માન્ય રહેશે. અત્યારે કોણ ચુંટણી લડશે એ કહેવુ વહેલુ છે, જે પાર્ટી નિર્ણય કરશે તે માન્ય રહેશે તેવું જણાવ્યું હતું.લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિપુલ પટેલ મોટી સંખ્યામાં સમર્થકો આવતીકાલે એટલે કે, બુધવારે કેસરિયો ખેસ ધારણ કરશે.
કોંગ્રેસ સાથે છેડો ફાડી કેસરિયો ધારણ કરશે
વિપુલ પટેલ વર્ષ 2006થી સાબરડેરીના ડિરેક્ટર તરીકે કાર્યરત રહ્યા હતા. હવે કોંગ્રેસ સાથે છેડો ફાડી કેસરિયો ધારણ કરશે, આજે કમલમમાં મોટી સંખ્યામાં સમર્થકો સાથે વિપુલ પટેલ ભાજપમાં જોડાશે. આમ એક પછી એક કોંગ્રેસના સિનિયર નેતાઓ સહિત સામાન્ય કાર્યકર્તાઓ પણ પક્ષને છોડી રહ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube