આજે દેશમાં 26 મી જાન્યુઆરી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે એક ખુબ ગર્વની લાગણી અનુભવાઈ એવી જાણકારી સામે આવી છે. ગુજરાતનું આ મંદિર સમગ્ર વિશ્વનું સૌપ્રથમ એવું મંદિર છે કે, જેના પ્રવેશ દ્વાર નજીક રાષ્ટ્ર ધ્વજ લહેરાઈ રહ્યો છે આટલું જ નહીં પણ દર વર્ષે તેની ઉજવણી કરવામાં આવે છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડલધામમાં સૌથી લાંબો રાષ્ટ્ર ધ્વજ ફરકાવામાં આવ્યો હતો. પ્રજાસત્તાક દિન નિમિત્તે 1,551 ફૂટ લાંબો રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આની સાથે જ ધામધૂમથી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દર્શનાર્થે આવેલ ભક્તોએ પણ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
ખોડલધામ મંદિર રાષ્ટ્રને સમર્પિત :
ખોડલધામ મંદિર લેઉવા પટેલ સમાજ દ્વારા બનાવવામાં આવ્યું છે. એક જ જ્ઞાતિ દ્વારા બનાવવામાં આવેલ મંદિર રાષ્ટ્રને સમર્પિત કરી દેવામાં આવ્યું છે. મંદિરના મુખ્ય ગેઇટ પર ત્રિરંગો લહેરાતો જોવા મળશે. શ્રી ખોડલધામ મંદિરમાં મા ખોડલની સાથે અન્ય કુલ 20 દેવી-દેવતાઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.
મંદિરના મંડોવરથી શિખર સુધી કુલ 650 જેટલી મૂર્તિ કંડારીને મૂકવામાં આવી છે. મંદિરની જગતીમાં રહેલ પટેલ પેનલમાં ધરતીપુત્ર પટેલની મૂર્તિઓ કંડારીને મૂકવામાં આવી છે. શ્રી ખોડલધામ એકમાત્ર એવું મંદિર છે કે, જેની જગતીમાં કલાત્મક પટેલ પેનલ મૂકવામાં આવી હોય. શ્રી ખોડલધામ મંદિર વિશ્વનું સૌપ્રથમ એવું મંદિર છે કે, જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle