અમદાવાદના આળસી બાબુઓની વેઠ તો જુઓ, કારને હટાવ્યા વગર જ બનાવી દીધો રોડ

ગુજરાત(Gujarat): ખરાબ રસ્તાને લઈ ગુજરાત હાઇકોર્ટ(Gujarat High Court)માં પિટિશન દાખલ કરવામાં આવી છે, ત્યારે બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા શહેરના રોડ-રસ્તાના રિસર્ફેસની કામગીરી માટે…

ગુજરાત(Gujarat): ખરાબ રસ્તાને લઈ ગુજરાત હાઇકોર્ટ(Gujarat High Court)માં પિટિશન દાખલ કરવામાં આવી છે, ત્યારે બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા શહેરના રોડ-રસ્તાના રિસર્ફેસની કામગીરી માટે 250 કરોડ રૂપિયા ફાળવી દેવામા આવ્યા છે. પરંતુ સચ્ચાઈ તો કંઈક અલગ પ્રકારની જ જોવા મળી રહી છે. હાલમાં અમદાવાદ(Ahmedabad) તંત્ર દ્વારા રોડ-રસ્તાની રીપેઈર કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ અધિકારીઓના દેખરેખના અભાવે કોન્ટ્રાક્ટરો મન ફાવે તે રીતે રસ્તાનું રીપેરીંગ કરી રહ્યા છે.

માત્ર પોતાની મનમાની જ નહિ, તેઓ કામમાં વેઠ ઉતારતાં હોય તેવું જોવા મળી રહ્યું છે. સવાલ એ છે કે, અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરની આ કામગીરીઓ પર કોઈપણ પ્રકારનું ધ્યાન રાખવામાં આવતું નથી. અમદાવાદ શહેરના સરદાર નગર પોલીસ લાઇન જવાહર ચોક અને સાંઈ સોસાયટીના રોડનું રીપેરીંગ કામ  હાલમાં શરૂ કરી દેવામાં આવ્યું છે, પરંતુ જેમાં અમદાવાદ તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે. રસ્તાના રીપેરીંગ કામ દરમિયાન પાર્ક કરવામાં આવેલી કાર પણ હટાવાવાની તસ્દી લેવામાં ન આવી અને રોડ બનાવી દેવામાં આવ્યો છે.

જોવામાં આવે તો સામાન્ય રીતે રોડ બનાવવાની કામગીરી કરવામાં આવે તો વચ્ચે આવતા તમામ હર્ડલને હટાવી દેવામાં આવે છે. તેના બાદ રોડ રીપેઈરીંગની કામગીરી હાથ કરવામા આવે છે. પરંતુ અમદાવાદના આળસી બાબુઓની હદ તમે જોઈ શકો છો. રોડ રીપેઈરીંગની કામગીરી દરમિયાન રોડ પર પડેલી કારને હટાવવાનું કોન્ટ્રાક્ટરને યાદ ન આવ્યું કે પછી આળસ થઇ? અને તેની સાઇડમાંથી રોડનું કામ શરુ કરી દેવાયું. જેના પરથી તંત્રની ઘોર બેદરકારી સ્પષ્ટ બહાર આવે છે.

બુધવારના રોજ સરદારનગરમાં પોલીસ લાઇનથી એરપોર્ટની દીવાલ તરફ જતાં રસ્તાના રિસરફેસિંગની કામગીરી હાથ ધરવામાંમ આવી હતી, પરંતુ રસ્તાની સાઇડમાં ગાડીઓ ઊભી હોવાથી તેને હટાવડાવવાની તસદી લીધા વિના બાકીના રસ્તાનું કામ શરુ કરી દેવામાં આવ્યું હતુ. એટલે કે ગાડીઓ ઊભી હતી તે સિવાયની આજુબાજુની જગ્યાએ નવો રસ્તો બનાવી દેવાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *