ગુજરાતનું ભવિષ્ય ખાડે! સુરતમાં બાળકોની બેગમાં થઇ રહી હતી અફીણની તસ્કરી- આ રીતે થયો મોટો પર્દાફાશ

સુરત(Surat): થોડા સમય પહેલા આવેલી રઈસ ફિલ્મમાં તમે જોયુ જ હશે કે, દારૂની બોટલોની હેરાફેરી માટે નાના બાળકોની મદદ લેવામાં આવે છે. આ ફિલ્મમાં અમદાવાદનો…

સુરત(Surat): થોડા સમય પહેલા આવેલી રઈસ ફિલ્મમાં તમે જોયુ જ હશે કે, દારૂની બોટલોની હેરાફેરી માટે નાના બાળકોની મદદ લેવામાં આવે છે. આ ફિલ્મમાં અમદાવાદનો ડોન લતીફ તેના બાળપણમાં સ્કૂલ બેગમાં દારૂની બોટલની હેરાફેરી કરતો જોવા મળે છે. ત્યારે આ પ્રકારના દ્રશ્યો વર્ષો બાદ ગુજરાત(Gujarat)માંથી સામે આવ્યા છે. રાજ્યમાં ફરી એકવાર નશાનો કારોબાર કરવા માટે બાળકોને હાથો બનાવવામાં આવ્યો છે. સુરતમાં ધોરણ 9 માં ભણતા વિદ્યાર્થી પાસેથી અફીણ(Drugs) લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અસામાજિક તત્વનો આ કારસો સુરત પોલીસે નિષ્ફળ બનાવ્યો છે.

રાજસ્થાનથી લાવવામાં આવ્યો હતો અફીણનો જથ્થો:
સુરતમાં 9માં ધોરણમાં ભણતા વિધાર્થી પાસેથી અફીણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પુણા પોલીસે રાજસ્થાનના એક 16 વર્ષીય કિશોરને 1.98 લાખના અફીણ સાથે ઝડપી પાડતા ખળભળાટ મચી ગયો છે. પકડાયેલા કિશોરના બેગમાં અફીણ મુકવામાં આવ્યું હતું. નશાના સોદાગર બાળકના સ્કૂલ બેગમાં અફીણ મૂકીને તેની હેરાફેરી કરવામાં આવી રહી હતી. કિશોર રાજસ્થાનથી સુરતમાં અફીણનો જથ્થો લાવવાનો પ્રયાસ કરતો હતો પણ તે તેમાં નિષ્ફળ રહ્યો હતો.

પોલીસે બાતમીના આધારે કિશોરને અફીણ સાથે ઝડપી પાડ્યો હતો. ડ્રગ્સના હેરાફેરી માટે પહેલા દંપતીનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ પોલીસ કડક બનતા નશાખોરો દ્વારા હવે બાળકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પૂણા પોલીસને બાતમી મળી હતી, જેના આધારે રસ્તા પર અફીણ લઈને જતા કિશોરને ઝડપી પાડવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડાયમંડ અને ટેક્સટાઈલ નગરી સુરત હવે ધીરે ધીરે નશાના કાળા કારોબાર તરફ ધકેલાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં સતત ડ્રગ્સના જથ્થાઓ પકડાઈ રહ્યા છે. પણ હવે બાળકો પાસેથી પકડાતા ડ્રગ્સને કારણે પોલીસે પણ વિચારમાં મૂકી દીધા છે. સુરત શહેરમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. સુરત પોલીસ માટે આ ઘટના ખુબ જ ચોંકાવનારી છે, કારણ કે હવે માસુમ બાળકોનો નશાના વેપાર માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવામાં ગુજરાતના બાળકો માટે આ એક ચિંતાનો વિષય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *