Death of Surat accident looms manufacturer: સુરતમાં અકસ્માત(Surat accident)ના કિસ્સો દિવસે ને દિવસે વધી રહ્યા છે. એવી જ ઘટના સુરતના પાંડેસરાની વિસ્તારની દક્ષેશ્વર ચોકડી પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક યુવક ચાલીને રોડ ક્રોસ કરી રહ્યો હતો તે દરિમયાન તે કારીગરને ટ્રકે અડફેટે લીધો હતો. નાઈટપાલી માં કામ કરી સવારે ઘરે પાછો ફરતા કાળ આંબી ગયો હતો.(Death of Surat accident looms manufacturer) અકસ્માત પછી ટ્રકચાલક ટ્રક મૂકી ત્યાંથી ફરાર થયી ગયો હતો.
સુરતના પાંડેસરા વિસ્તારમાં અને મૂળ ઓડિશાના 55 વર્ષીય સંતોષ રાઉત પોતે એકલા રહેતા હતા. પોતાનો પરિવાર વતનમાં રહે છે. સંતોષ લૂમ્સના ખાતામાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. લુમ્સના ખાતામાં નાઇટ પાળી માં કામ કરતા હતા.તેમના પરિવારમાં એક પુત્ર, એક પુત્રી અને પત્ની છે.
આજે સવારે સંતોષ રાઉત નાઇટપાળી કરી ઘરે પાછા ફરી રહ્યા હતા. દરમિયાન પાંડેસરા દક્ષેશ્વર ચોકડી ખાતે રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે સ્પીડમાં આવી રહેલી આઇશર ટ્રેક અડફેટે લીધા હતા. ત્યારપછી કચડી નાખ્યા હતા. ટ્રકનું ટાયર પેટ પરથી ફળી વળતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ત્યાં દોડી આવ્યા હતા.
અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારપછી સંતોષના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યારે પોલીસે ટ્રક કબજે લઈ ટ્રકચાલકની શોધખોળ કરવાનું ચાલુઈ કરી દીધું છે.આ સાથે જ સંતોષના પરિવારને જાણ કરતા વતન ઓડિશથી સુરત આવવા રવાના થઈ ગયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.