જાણો કેમ ભગવાન શિવને શંખથી જળ નથી ચડાવામાં આવતું? આ કહાનીનો છે શિવપુરાણમાં ઉલ્લેખ

ભગવાન શિવને દૂધ અને જળ ચઢાવવાની પરંપરા છે. આવામાં દૂધ અને જળ અર્પિત કરતા સમયે તમારે ધ્યાનથી જોયું હોય તો મહાદેવને શંખમાં જળ નથી ચઢાવાતું. ધાર્મિક માન્યતા, અનુસાર શંખથી ભગવાન શિવને જળ ચઢાવવું તેમનું અપમાન કરવા બરોબર છે.

વાસ્તવમાં ‘શિવપુરાણ’માં એક કહાનીનો ઉલ્લેખ છે જેમાં આ વાતનું કારણ સમજાવ્યું છે. શિવપુરાણ અનુસાર શંખચૂડ નામના મહાપરાક્રમી દૈત્ય હતો. શંખચૂડ દૈત્યરામ દંભનો પુત્ર હતો. દૈત્યરામ દંભને જ્યારે લાંબા સમય સુધી કોઈ જ સંતાન ઉત્પન ન થયું ત્યારે તેણે ભગવાન વિષ્ણુની કઠિન તપસ્યા કરી હતી. તપથી પ્રસન્ન થઈને વિષ્ણુ પ્રકટ થયા હતા.

વિષ્ણુજીએ વરદાન માંગવાનું કહેતા દંભે ત્રણે લોકમાં અજય એક મહાપરાક્રમી પુત્રનું વરદાન માંગ્યું હતું. શ્રીહરી તથાસ્તુ બોલીને અંતરધ્યાન થઈ ગયા હતા. ત્યારબાદ દંભના ત્યાં એક પુત્રનો જન્મ થયો હતો તેનું નામ શંખચૂડ રાખવામાં આવ્યું હતું.

શંખચૂડે બ્રહ્માજી પાસે માંગ્યું વરદાન

શંખચૂડે પુષ્કરમાં બ્રહ્માજીની ઘોર તપસ્યા કરી હતી. જેનાથી બ્રહ્માજી પ્રસંન્ન થયા હતા. બ્રહ્માએ વરદાન માંગવાનું કહેતા શંખચૂડે વરદાન માંગ્યું કે, તેઓ દેવતાઓ માટે અજય બને. બ્રહ્માજીએ તથાસ્તુ બોલી વરદાન પુરું કર્યું હતું. અને તેને શ્રીકૃષ્ણકવચ આપ્યું હતું. આ સાથે બ્રહ્માએ શંખચૂડના ધર્મધ્વજની કન્યા તુલસી સાથે લગ્ન કરવાની આજ્ઞા આપી હતી. ત્યારબાદ તેઓ અદ્રશ્ય થયા હતા. બ્રહ્મા અને વિષ્ણુના વરદાનના મદમાં ચૂર દૈત્યરાજ શંખચૂડે ત્રણે લોક ઉપર સ્વામિત્વ સ્થાપિત કર્યું હતું.

તેનાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા દેવતાઓએ વિષ્ણુની મદદ માંગી હતી. પરંતુ તેમણે પોતે દંભને આવા પુત્રનું વરદાન આપ્યું હતું. ત્યારબાદ તેમણે શિવને પ્રાર્થના કરી હતી. ત્યારે ભગવાન શિવે દેવતાઓના દુઃખ દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. અને શ્રીકૃષ્ણ કવચ અને તુલસીના પતિવ્રત ધર્મના કારણે શિવજી પણ તેમનો વધ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ત્યારે વિષ્ણુએ બ્રાહ્મણ બનીને તેમનું શ્રીકૃષ્ણકવચ દાનમાં લઈ લીધું. ત્યારબાદ શંખચૂડનું રુપ ધારણ કરીને તુલસીના શીલનું હરણ કર્યું હતું.

શિવજીએ કર્યો શંખચૂડનો વધ

હવે શિવે શંખચૂડને પોતાના ત્રિશુળથી વધ કર્યો હતો. અને તેના હાડકાંથી શંખનો જન્મ થયો હતો કારણ કે શિવ વિષ્ણુભક્ત હતા. એટલે લક્ષ્મી- વિષ્ણુને શંખનું જળ અતિ પ્રિય છે. બધા દેવતાઓને શંખથી જળ ચઢાવવાની પ્રથા છે. પરંતુ ભગવાન શિવે તેમનો વધ કર્યો હોવાથી શંખનું જળ શિવ માટે નિષેદ ગણવામાં આવે છે. એટલા માટે જ શિવજીને શંખથી જળ ચઢાવવામાં આવતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *