એવું તો શું દુઃખ આવી ગયું કે દેવભૂમિ દ્વારિકાના પ્રેમી યુગલે એકબીજાને પગથી બાંધીને પી લીધું ઝેર- જાણો વિગતે

આ અંગેની વિગત મુજબ ખંભાળિયાથી આશરે નવેક કિલોમીટર દૂર સલાયા માર્ગ નજીક આવેલા ગોઈંજ ગામ પાસેના ૬૬ કેવી સબ સ્ટેશન પાસે આવેલા આ ગામના રાહતકામના પાણી ભરેલા તળાવ પાસે ઝાડ નીચે સવારે એક યુવક તથા એક યુવતીના મૃતદેહ પડયા હોવાનું સ્થાનિક રહીશોના ધ્યાને આવ્યું હતું.

આથી આ બાબતે સલાયા મરીન પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી. જેના અનુસંધાને સમયના પી.આઈ. ઝાલા તથા સ્ટાફ વિગેરે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આ યુવક તથા યુવતીનેના મૃતદેહ અંગે જરૂરી પૂછપરછ અને તપાસ કરતા આ બન્ને પ્રેમી-પંખીડા હોવાનું અને સજોડે સ્યુસાઈટ નોટ લખીને આપઘાત કર્યાનું જાણવા મળ્યું હતુ.જે ચિઠ્ઠી યુવાનનાં ખિસ્સામાંથી મળી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા તાલુકાના સલાયાથી ૫ાંચ કીમી દૂર આવેલા ગોઈંજ ગામના તળાવ પાસેથી આજે સવારે એક યુવક તથા યુવતીના મોઢે ફીણ આવી ગયેલા મૃતદેહ જોવા મળતા ત્યાંથી પસાર થતા ગોઈંજ ગામના કોઈ વ્યક્તિએ પોલીસને જાણ કરતા સલાયા મરીન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ધસી આવ્યો હતો.

તળાવના કાંઠા પરથી કોઈ યુવક-યુવતી મૃત્યુ પામેલી હાલતમાં મળ્યા છે તેવા અહેવાલ પ્રસરતા તે સ્થળે ટોળું એકઠું થઈ ગયું હતું. દોડી આવેલા પીઆઈ પી.બી. ઝાલાએ સ્થળ પર નિરીક્ષણ કરતા આ યુવતી તથા યુવકના અનુક્રમે ડાબો તથા જમણો પગ એક દુપટ્ટાથી બાંધેલા જોવા મળ્યા હતાં. જ્યારે યુવતીના મ્હોંમાંથી ફીણ બહાર આવી ગયા હતાં. પોલીસે બન્નેને ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતાં. તેથી પોલીસે બન્નેના પહેરેલા કપડાંની તલાસી લેતા તેના જ હસ્તાક્ષરમાં લખાયેલી મનાતી એક ચિઠ્ઠી મળી આવી છે. જેમાં ‘અમે અમારી મરજીથી મરીએ છીએ, કોઈ ગોતવા આવતા નહીં’ તેવું લખાણ લખેલું હતું.

પોલીસે તે ચિઠ્ઠી કબજે કરી મૃતક યુવક-યુવતીની ઓળખ મેળવવા તજવીજ કરતા પોલીસની તપાસમાં ગોઈંજ ગામનો અને છૂટક મજૂરી કામ કરતો યુવાન મહેન્દ્ર બાબુભાઈ વિંજોડા (ઉ.  ૨૩) તથા થોડે દૂર કોઠા વિસોત્રી ગામની વાડી વિસ્તારમાં રહેતી ભૂમિ ડાડુભાઈ માડમ (ઉ.૧૯) નામના પ્રેમી પંખીડાએ ગત રાત્રીના કોઈ પણ સમયે કપાસમાં છાંટવાની અતિ જલદ ઝેરી દવા પી લઈ આપઘાત કરી લીધો હતો. આટલું જ નહી, દવા પીધા બાદ પણ બન્ને જુદા ન પડે તે માટે છોકરીનો ડાબો પગ તથા છોકરાનો જમણો પગ દુપટ્ટા વળે બાંધેલા જોવા મળ્યા હતા.

આ સ્થળેથી ઝેરી દવાની અડધી બોટલ પણ મળી આવતા પોલીસે કબ્જે કરી હતી. સલાયા મરીન પોલીસ દ્વારા આ બંને પ્રેમી પંખીડાના મૃતદેહને હોસ્પિટલમાં પી.એમ. અર્થે ખસેડવામાં આવેલ હતા. સ્યુસાઈડ નોટમાં અમે બેય અમારી મરજીથી મરી ગયા, કોઈ ગોતવા ના આવતા  એવું લખેલું હતું. જેથી  આ સમગ્ર પ્રકરણે ખંભાળિયા તથા સલાયા પંથકમાં ભારે ચકચાર જગાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *