‘યે દોસ્તી હમ નહિ છોડેંગે, તોડેંગે દમ મગર…’ ગીત ગાતા-ગાતા જીગરજાન મિત્રોએ કરી લીધો આપઘાત

ઝારખંડ (Jharkhand) ના પલામુમાં પ્રેમ, મિત્રતા અને કપટથી ભરેલી એક ખૌફનાક કહાની પ્રકાશમાં આવી છે. જ્યાં ફિલ્મ ‘શોલે’ના જય-વીરુ જેવા મિત્રો બનેલા બે યુવકોએ એકસાથે આપઘાત કરી લીધો છે. તેમાંથી એક પ્રેમમાં છેતરાઈ ગયો હતો, જેના કારણે તે તણાવમાં આ પગલું ભર્યું હતું. છેલ્લી ક્ષણે તેણે તેના મિત્રને આખી વાત કહી. ત્યારે કહ્યું હતું કે, બીજા યુવકે મિત્રની સાથે પોતે પણ મરવાનું નક્કી કર્યું હતું. આ પછી બંને યુવકોના મૃતદેહ ઝાડ પર ફાંસીથી લટકેલા મળી આવ્યા હતા.

મંગળવારે મામલાની માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. મૃત્યુ પામેલા યુવકોની ઓળખ પાર્થ અને રાજ (નામ બદલેલ છે) તરીકે થઈ છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, બંને યુવકો વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા હતી. બંને અવારનવાર સાથે મળી ને, યે દોસ્તી હમ નહીં છોડેંગે, તોડેંગે દમ મગર…’ ગીત ગાતા હતા.

પોલીસે જણાવ્યું કે, મૃત્યુ પામેલા બે યુવકોમાંથી એક વિકલાંગ હતો. પ્રેમમાં મળેલી છેતરપિંડીથી આ સમગ્ર ઘટના બની છે. અહિયાં એક પાર્થ નામના યુવકને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. છોકરીએ છોકરા સાથે સંબંધ તોડી નાખ્યા હતા. આ ઘટનાથી પાર્થ ખૂબ જ પરેશાન હતો. તેણે તેના વિકલાંગ મિત્ર રાજને પણ આ અંગે જાણ કરી હતી.

પાર્થે તેના મિત્ર રાજને કહ્યું કે, તે હવે જીવતો રહેવા માંગતો નથી. તે ફાંસી લગાવીને આપઘાત કરવા જઈ રહ્યો છે. મિત્રનો આ નિર્ણય સાંભળીને રાજે પણ તેની સાથે આપઘાત કરવાનો નિર્ણય લીધો. સાંજે ચારેક વાગ્યાના સુમારે રાજ જમ્યા બાદ તે સાડી લઈને ઘરની બહાર નીકળ્યો હતો. બંને એકાંત સ્થળે પહોંચ્યા અને સાથે મળીને ઝાડ સાથે લટકીને આપઘાત કરી લીધો. સબંધીએ જણાવ્યું હતું કે, આ પહેલા પણ બંનેએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *