એક પુરુષને ચાની દુકાન ચલાવતી મહિલા સાથે પ્રેમ થયો હતો. ત્યારબાદ સમાજમાં દેખાડો કરવા માટે બંનેએ લાખો રૂપિયા ખર્ચીને લગ્ન કરી લીધા હતા. હનીમૂન(Honeymoon) પર જવા માટે તે મહિલાએ જમીન પણ વેચાવી દીધી હતી. ત્યારબાદ તે મહિલા દાગીના અને રોકડ લઈને ભાગી ગઈ હતી. તે વ્યક્તિને આઘાત તો ત્યારે લાગ્યો જયારે તેને ખબર પડી કે મહિલા પહેલેથી જ પરિણીત હતી અને તેને બાળકો પણ હતા.
લાખોની રોકડ અને દાગીના લઈને દુલ્હન ભાગી ગઈ હતી:
મળતી માહિતી અનુસાર લુંટેરી દુલ્હનનો શિકાર બનેલો આ યુવક મધ્યપ્રદેશના છતરપુર જીલ્લાનો રહેવાસી છે. પીડીતે એસપી ઓફિસ પહોંચીને આવેદન આપ્યું અને સમગ્ર મામલાની ફરિયાદ કરી. ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે તેની પત્ની લાખોની રોકડ અને દાગીના લઈને ફરાર થઈ ગઈ છે અને હવે તે પાછી આવવાનું નામ નથી લઈ રહી.
લૂટાયેલી દુલ્હન લોકડાઉનમાં પ્રેમમાં પડી ગઈ:
પીડિત યુવકના જણાવ્યા અનુસાર તેને બે વર્ષ પહેલા લોકડાઉન દરમિયાન ઉષા પાલ નામની મહિલા સાથે પ્રેમ થયો હતો. મહિલા રેલવે સ્ટેશનની બહાર ચાની દુકાન ચલાવતી હતી. તે સવારે ત્યાં આટો મારવા જતો હતો. તે દરમિયાન બંને વચ્ચે પ્રેમસંબંધ શરૂ થયો હતો. આ અફેર થોડા વર્ષો સુધી ચાલ્યું અને ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. થોડા મહિના પહેલા બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા.
કન્યા દાગીના અને રોકડ લઈને ભાગી ગઈ હતી:
લગ્નના થોડા દિવસો સુધી બધું બરાબર હતું પણ થોડા સમય પછી પત્નીએ ઘરેણાંની માંગ કરી હતી. તેને સોનાની ચેઈન, બુટ્ટી અને અન્ય કેટલાક ઘરેણા આપ્યા તેમજ બેંક ખાતામાં લગભગ બે લાખ રૂપિયા હતા, તે પણ લાવીને ઘરે રાખ્યા. પછી એક દિવસ પત્નીએ બજારમાંથી થોડો સામાન લાવવા કહ્યું. હું ઘરે પાછો આવ્યો ત્યારે પત્ની ઘરે ન હતી. આ સાથે બે લાખની રોકડ અને દાગીના પણ ગાયબ હતા.
પરિણીત હતા અને બાળકો હતા:
પીડીતનું કહેવું છે કે તેને થોડા દિવસો પહેલા ખબર પડી કે તેની પત્ની પરિણીત છે અને તેના બાળકો પણ છે. હવે પત્ની ન તો તેની પાસે આવી રહી છે કે ન તો રોકડ અને ઘરેણાં પરત કરી રહી છે. હાલ પોલીસ આરોપીની શોધ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.