પ્રેમલગ્નનું આટલું ગંભીર પરિણામ કોઈને નહિ મળ્યું હોય! પત્નીએ ફરવા જવાનું કહ્યું તો પતિએ…

હાલમાં એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. 20 વર્ષીય પતિ બેરહેમ તેમજ વિકૃત મગજવાળો સાબીત થયો છે. અગાઉ તેણે પત્નીની ચુંદડીની તેનું ગળુ દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ ડોક્ટરને જણાવ્યું હતું કે, પત્ની બીમાર છે. ડોક્ટરે તપાસ કર્યા બાદ પત્નીને મૃત જાહેર કરી દેવામાં આવી હતી.

ત્યારબાદ ડોક્ટરે જ પોલીસને જાણ કરીને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દેવામાં આવી હતી. 30 દિવસ બાદ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો તેમજ તેમાં ખુલાસો થયો હતો કે, ગળુ દબાવીને મહિલાની હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે જ્યારે કડક રીતે તેના પતિની પૂછપરછ કરી ત્યારે તેણે પણ આરોપનો સ્વીકાર કરી લીધો હતો.

પોલીસે કહ્યું હતું કે, દમુઆ નંબર 8 માં રહેતા 20 વર્ષીય સિદ્ધાર્થ ઉર્ફે બિટ્ટૂ હલદારે બીજા ધર્મની છોકરી રિઝવાના સાથે એક વર્ષ અગાઉ લગ્ન કર્યા હતા. લગ્ન કર્યાં બાદ રિઝવાનાનું નામ બદલીને સીમા હલદાર કરી દેવામાં આવ્યું છે. સીમાએ કોઈ કામ માટે 1,500 રૂપિયા માંગ્યા હતા. આની સાથે જ બહાર ફરવા લઈ જવા માટે જીદ કરી રહી હતી.

આ વાત અંગે 25 ફેબ્રુઆરીએ બંનેની વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ સિદ્ધાર્થે સીમાના દુપટ્ટાથી તેનું ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી. પરિવારની સાથે મળીને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે તેઓ સીમાનો મૃતદેહ લઈને હોસ્પિટલ આવ્યા ત્યારે ડોક્ટરને કહ્યું કે, સીમા બીમાર છે. ડોક્ટરે તપાસ કરીને મૃત જાહેર કરી દેવામાં આવી હતી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો:
પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે સિદ્ધાર્થ તથા તેના પરિવારે સીમા બીમાર હોવાની વાત કરી હતી. જેથી પોલીસ પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોતી હતી. આરોપીને લાગ્યું હતું કે, તેઓ બચી ગયા પણ 25 માર્ચ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો.

સિદ્ધાર્થને પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછપરછ કરવામાં આવી હતી. જો કે, ત્યારે પણ તેણે જૂની જ વાતો ચાલુ રાખી હતી. પોલીસ દ્વારા જ્યારે કડક રીતે પૂછપરછ કરવામાં આવી અને રિપોર્ટ તેની સામે મુક્યો ત્યારે તે ટૂટી ગયો હતો. જેથી તેણે હત્યાની વાત સ્વીકારી લીધી હતી. પોલીસ દ્વારા હત્યાનો કેસ દાખલ કરીને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ મોકલી દેવામાં આવ્યો છે.

બેરોજગાર છે, એક વર્ષ પહેલાં જ કર્યા હતા લગ્ન:
આરોપી સિદ્ધાર્થ બેરોજગાર છે. એક વર્ષ અગાઉ એણે રિઝવાની સાથે લવ મેરેજ કર્યા હતા. તે અન્ય ધર્મની હતી. લગ્ન કર્યાં બાદ રિઝવાનાનું નામ બદલીને સીમા કરવામાં આવ્યું હતું. સિદ્ધાર્થ પરિવારની સાથે જ રહેતો હતો. બેરોજગાર હોવાને લીધે તેનો સીમાની સાથે બોલાચાલી થતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *