ગુજરાતમાં અવાર-નવાર આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે જામનગર નજીકના નારણપર ગામની સીમ વિસ્તારમાં 17 વર્ષની એક તરુણી તેમજ 22 વર્ષના એક યુવાને ઝાડમાં લટકી ગળેફાંસો ખાઈ લઈ આત્મહત્યા કરી લેતાં ભારે અરેરાટી ફેલાઈ છે. દરેડ વિસ્તારમાં એક જ કારખાનામાં સાથે મજૂરી કામ કરતા પ્રેમી પંખીડાએ રહસ્યમય સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધાનું જાણવા મળતાં બન્નેના પરિવારજનોમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે. સમગ્ર મામલે પોલીસ ઉંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.
જામનગર નજીક નારણપર ગામની સીમમાં દરેડની યુવતી અને પીપરટોડા ગામના યુવાનના જુદા જુદા ઝાડમાં ગળાફાસો ખાધેલ હાલતમાં મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ છે. ગઈ કાલથી બંને ગુમ હોવાનું જાણવા મળ્યું છે. બંને વચ્ચે પ્રેમ સબંધ હતો કે કેમ ? કેવા સંજોગોમાં આ પગલું ભર્યું છે વગેરે વિગતો જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર, આજે સવારે સીમમાં આવેલ નર્સરી પાસેના વિસ્તારમાં બે અલગ અલગ ઝાડ પર ગળાફાસો ખાઈ લટકતા યુવાન અને યુવતીના મૃતદેહ મળી આવ્યા હતા. આ બનાવ અંગે કોઈએ જાણ કરતા પંચકોશી બી ડીવીજન પોલીસે ઘટના સ્થળે પહોચી હતી. પોલીસે સ્થળ પંચનામું કરી બંનેના મૃતદેહ કબજે કર્યા હતા. દરમિયાન બંનેની ઓળખ સામે આવી હતી.
મૃતક યુવાન લાલપુર તાલુકાના પીપરટોડા ગામનો હોવાનું અને તેનું નામ સંજય પઢિયાર તેમજ યુવતી જામનગર નજીકના દરેડ ગામની હોવાનું અને તેનું નામ ક્રિષ્ના ખરા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બંનેના પરિવારજનોનો સંપર્ક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બંને વચ્ચે પ્રેમ સબંધ હતો કે કેમ ? તેમજ બનાવ આપઘાતનો છે કે અન્ય કોઈ કારણ છે તેનો તાગ મેળવવા પોલીસે તપાસ શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.