ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આ કારણે વરસી રહ્યો છે ધોધમાર વરસાદ

ગુજરાત રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં હજુ પણ સારો વરસાદ થશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે. લો પ્રેશરના લીધે ગુજરાતને સારો વરસાદ વરસી રહ્યો છે.

12 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. 13 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ છે. સાથે જ 13 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. રાજ્યમાં સરેરાશ 57 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 158 તાલુકામાં વરસાદ થયો છે.

ગુજરાતમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં સવા 5 ઈંચ વરસાદ, દાંતામાં 2.5 ઈંચ, ડેડિયાપાડામાં 2.5 ઈંચ, દાંતિવાડામાં સવા 2 ઈંચ, મહુવામાં સવા 2 ઈંચ, સરસ્વતીમાં સવા 2 ઈંચ, સીદ્ધપુરમાં સવા 2 ઈંચ,પોશીનામાં 2 ઈંચ, વાલોડમાં 2 ઈંચ વરસાદ, વાંસદામાં પોણા 2 ઈંચ, માણસામાં પોણા 2 ઈંચ, વઘઈમાં 1.5 ઈંચ, હિમતનગરમાં 1.5 ઈંચ, આહવામાં 1.5 ઈંચ વરસાદ થયો છે.

જ્યારે  પાલનપુરમાં 1.5 ઈંચ, મહુવામાં 1.5 ઈંચ, ચોર્યાસીમાં 1.5 ઈંચ, બાયડમાં 1.5 ઈંચ, સુબિરમાં 1.5 ઈંચ વરસાદ, કોડિનારમાં 1.5 ઈંચ, પ્રાંતિજમાં 1.5 ઈંચ , પલસાણામાં 1.5 ઈંચ, અમિરગઢમાં 1.5 ઈંચ, ઉચ્છલમાં સવા ઈંચ, વ્યારામાં સવા ઈંચ, પારડીમાં સવા ઈંચ, વિજયનગરમાં સવા ઈંચ, ગઢડામાં સવા ઈંચ, માલપુરમાં સવા ઈંચ, ધાનેરામાં સવા ઈંચ, બોટાદમાં સવા ઈંચ, વિજાપુરમાં સવા ઈંચ, કપડવંજમાં સવા ઈંચ વરસાદ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *