સૌથી મોટા ખુશીના સમાચાર: હવે મફતમાં મળશે LPG ગેસ સિલિન્ડર- જલ્દી કરો આ કામ

જો તમે પણ ગેસ સિલિન્ડર(Gas cylinder) બુક કરાવો છો, તો તમારા માટે એક સારા સમાચાર (Goog News) છે. દર મહિને વધી રહેલા ગેસ સિલિન્ડરની વચ્ચે આજે હવે તમે Paytm દ્વારા મફતમાં ગેસ સિલિન્ડર બુક કરી શકો છો. આ માટે તમારે એક પણ રૂપિયો ખર્ચ કરવો પડશે નહીં, સિલિન્ડર બુકિંગ દરમિયાન તમારે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં.

જાણવા મળ્યું છે કે, Paytm એલપીજી ગ્રાહકો માટે એક ખાસ ઓફર લાવ્યું છે, જેમાં ગ્રાહકોને મફતમાં ગેસ સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે. Paytm એ ગુરુવારે આ ઑફર લાગુ કરી છે. Paytm સમયાંતરે ગ્રાહકો માટે ગેસ સિલિન્ડર બુકિંગ માટે વિશેષ ઑફરો અને કૅશબૅક ઑફરો લઈને આવતું રહે છે. ત્યારે Paytm તેના ગ્રાહકો માટે નવી ઑફર્સ લાવ્યું છે. તેમાં એલપીજી સિલિન્ડર બુક કરાવનારા ગ્રાહકોને 30 રૂપિયાનું સંપૂર્ણ કેશબેક મળશે. તમને જણાવી દઈએ કે, તમે કોઈપણ કંપનીના સિલિન્ડર બુકિંગ પર આ કેશબેક મેળવી શકો છો.

આ સુવિધાનો લાભ Indane, Bharatgas અને HP ત્રણેયના બુકિંગ પર મળશે. આ માટે, ગ્રાહકોએ બુકિંગ સમયે પ્રોમોકોડ “FIRSTCYLINDER” નો ઉપયોગ કરવો પડશે. આ સિવાય ગ્રાહકો Paytmની ‘Paytm Now Pay Later’ સુવિધાનો પણ લાભ લઈ શકે છે. જો તમે આ સુવિધાનો લાભ લો છો, તો તમને આગલા મહિને ગેસ સિલિન્ડરના બુકિંગ માટે ચૂકવણી કરવાનો વિકલ્પ મળશે. એટલે કે, જો તમે સિલિન્ડર બુક કરાવો છો, તો તમારે આવતા મહિને ચુકવણી કરવી પડશે. આ ઓફર ત્રણેય ગેસ એજન્સીઓ પર પણ લાગુ છે. આ સિવાય કંપની હાલના Paytm યુઝર્સને ફ્રી સિલિન્ડર મેળવવાની તક પણ આપી રહી છે.

આ સુવિધાનો લાભ મેળવવા માટે ગ્રાહકે Paytm એપ પર પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરતા પહેલા ‘FREEGAS’ કૂપન કોડનો ઉપયોગ કરવાનો રહેશે. તમે આ ફ્રીગેસ કૂપન કોડ દ્વારા ફ્રી સિલિન્ડર મેળવી શકો છો. આવો જાણીએ કેવી રીતે બુકિંગ કરવું-

Paytm પર ગેસ સિલિન્ડર બુક કરવા માટે, તમારે પહેલા બુક ગેસ સિલિન્ડર વિકલ્પ પર જવું પડશે. આના સંદર્ભમાં, અહીં તમારે તમારા ગેસના વિતરકોને પસંદ કરવા પડશે. આ પછી, તમારે ફરીથી તમારો મોબાઈલ નંબર, એલપીજી આઈડી અને ગ્રાહક નંબર દાખલ કરવો પડશે. આ પછી, તમે Paytm UPI ID અથવા નેટ બેંકિંગ દ્વારા ચુકવણી કરીને બુકિંગ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *