આજથી નવો મે મહિનો શરૂ થયો છે. પરંતુ મે મહિનાના પ્રથમ દિવસે જ સામાન્ય લોકોને મોંઘવારી(Inflation)નો મોટો ફટકો પડ્યો છે. સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ આજથી LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 104 રૂપિયા પ્રતિ સિલિન્ડર સુધીનો વધારો કર્યો છે.
આ વધારો ઘરેલુ LPG સિલિન્ડરમાં નહીં પરંતુ કોમર્શિયલ ગેસ(Commercial gas) સિલિન્ડરમાં થયો છે. હાલમાં ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે ગયા મહિને 1 માર્ચે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 268.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
આ વધારા બાદ દિલ્હીમાં 19 કિલો કોમર્શિયલ ગેસની કિંમત 102 રૂપિયા વધીને 2,355 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં કોમર્શિયલ ગેસની કિંમત 102 રૂપિયા વધીને 2307 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં 19 કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં સૌથી વધુ 104 રૂપિયાનો વધારો થયો છે. તેની કિંમત વધીને 2455 રૂપિયા થઈ ગઈ છે. ચેન્નાઈમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 102 રૂપિયાનો વધારો થયો છે. અહીં કિંમત વધીને 2,508 રૂપિયા થઈ ગઈ છે.
સામાન્ય લોકો માટે થોડી રાહત એ છે કે તેલ કંપનીઓએ સ્થાનિક એલપીજીના ભાવમાં વધારો કર્યો નથી. દિલ્હીમાં સબસિડી વગરના 14.2 કિલોના ગેસ સિલિન્ડરની કિંમત 949.5 રૂપિયા છે. મુંબઈમાં 949.50 રૂપિયા, કોલકાતામાં 976 રૂપિયા અને ચેન્નાઈમાં સબસિડી વગરના સિલિન્ડર માટે 965.50 રૂપિયા છે. જ્યારે લખનૌમાં 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 987.50 રૂપિયા અને પટનામાં 1039.5 રૂપિયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.