ગેસ સીલીન્ડર પર સરકાર આપી રહી છે સબસીડી, આ રીતે મેળવો યોજનાનો લાભ- જાણો સંપૂર્ણ પ્રક્રિયા

રાજ્ય તથા કેન્દ્ર સરકાર અનેવિધ યોજનાઓ મારફતે મધ્યમવર્ગીય લોકોની આર્થિક મદદ કરી રહી છે ત્યારે હાલમાં આવી મોંઘવારી વચ્ચે આપને ફાયદો થાય એવી જાણકારી લઈને આવય છીએ. LPG એટલે કે, રાંધણ ગેસના ઉપભોક્તાઓને પાછળના કેટલાંક માસમાં એક બાદ એક ઝટકા લાગ્યા છે.

રાંધણ ગેસના ભાવમાં સતત વધારો થતો ગયો. 1 ડિસેમ્બર વર્ષ 2020ના મુકાબલે રાંધણ ગેસ સિલિન્ડર કુલ 215 રૂપિયા મોંઘો થઇ ચુક્યો છે. 1 ડિસેમ્બર વર્ષ 2020એ તેની કિંમત કુલ 594 રૂપિયામાંથી વધારો થઈને કુલ 644 રૂપિયા કરી દેવામાં આવી હતી.

આની સાથે જ ત્યારબાદ 1 જાન્યુઆરીએ કુલ 694 રૂપિયા, 4 ફેબ્રુઆરીએ કુલ 719 રૂપિયા, 15 ફેબ્રુઆરીએ કુલ 769 રૂપિયા, 25 ફેબ્રુઆરીએ કુલ 794 રૂપિયા તેમજ 1 માર્ચે કુલ 819 રૂપિયા કરી દેવામાં આવી હતી. જો કે 1 એપ્રિલે 10 રૂપિયા કપાત પછી દિલ્હીમાં તેની કિંમત 809 રૂપિયા રહેલી છે.

1 વર્ષમાં 12 LPG સિલિન્ડર પર મળશે સબસિડી:
તમામ ગ્રાહકને સરકાર 1 વર્ષમાં 14.2 કેજી ના કુલ 12 સિલિન્ડર પર સબસિડી આપે છે. જો ગ્રાહકો આના કરતા વધુ સિલિન્ડર લેવા માંગતા હોય, તો તેઓને 7 મા સિલિન્ડરથી વધારે કિંમત ચુકવવી પડશે. કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન જણાવે છે કે, એની કિંમત સરેરાશ આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક તેમજ વિદેશી વિનિમય દરમાં ફેરફારથી નક્કી કરાય છે.

આ માટે છેલ્લા મહિનામાં ફુગાવો વધ્યો હતો. હવે સરકાર દ્વારા તેને ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જો કે, ગેસ સબસિડીના પૈસા ખાતામાં આવ્યા છે કે નહીં? છેલ્લા કેટલાક મહિનામાં એવા અહેવાલો સામે આવ્યા હતા કે, અમુક ગ્રાહકોની સબસિડી બીજાના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી.

આવી પરિસ્થિતિમાં, તમારા ખાતામાં નિયમિતપણે સબસિડી આવે છે કે નહીં તે જાણવું ખુબ મહત્વપૂર્ણ છે. સબસિડી બેંક ખાતામાં જમા થઈ ગઈ છે તે જાણવા માટે તમારે બેંકમાં જવાની જરૂર નથી. તમે તેને ઘરે બેઠા-બેઠા પણ ચેક કરી શકો છો. આવો જાણીએ…

આ રીતે ચેક કરો તમને LPG સબસિડી મળી કે નહીં?
સૌપ્રથમ તો સ્માર્ટફોન બ્રાઉઝરમાં Mylpg.in વેબસાઇટ પર જઈને અહીં 3 LPG સિલિન્ડર કંપનીઓના ટેબ (ફોટો સાથે) હોમ પેજ પર દેખાશે. તમારી કંપની (જેનું સિલિન્ડર લીધું છે)નું સિલેક્શન કરવું પડશે. જો તમે ઇન્ડેન ગેસનું કનેક્શન લીધું હોય તો તેના ટેબ પર ક્લિક કરવાથી નવું ઇન્ટરફેસ જોવા મળશે.

સિમ સ્વેપ / એક્સચેંજ હેઠળ, એક સાયબર ક્રિમિનલ અથવા દગાબાજ મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર રજીસ્ટર્ડ મોબાઇલ નંબરનું નવું સિમકાર્ડ મેળવે છે. નવા સીમકાર્ડની મદદથી, છેતરપિંડી કરનારને બેંક ખાતાના નાણાકીય વ્યવહારો કરવા માટેનાં જરૂરી URN, OTP તેમજ એલર્ટ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *