ઓઈલ કંપનીઓ(Oil companies)એ આજથી કોમર્શિયલ ગેસ સિલિન્ડર(Commercial gas cylinder)ના ભાવમાં ઘટાડો કર્યો છે. ઈન્ડેને આજથી 19 કિલોના એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 135 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આજથી 19 કિલોનું સિલિન્ડર 130.50 રૂપિયાથી 135 રૂપિયા સસ્તું થયું છે અને તે જ રીતે 47.5 કિલોના સિલિન્ડરની કિંમતમાં પણ 327.00 રૂપિયાનો ઘટાડો થયો છે, જે મોંઘવારી(Inflation)ના આ સમયમાં ઘણી રાહતની વાત છે. નવા દરો 1 જૂનથી લાગુ થઈ ગયા છે.
આજથી ગેસ સિલિન્ડરના નવા દરો જાહેર કરવામાં આવ્યા છે. ઈન્ડેનનું એલપીજી ગેસ સિલિન્ડર આજથી 135 રૂપિયા સસ્તું થઈ ગયું છે. પેટ્રોલિયમ કંપની ઈન્ડિયન ઓઈલ દ્વારા કોમર્શિયલ સિલિન્ડરના દરમાં આ ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ગ્રાહકોને કોઈ રાહત મળી નથી. 14.2 કિલોનું ઘરેલું સિલિન્ડર ન તો સસ્તું થયું છે કે ન તો મોંઘું. પહેલાની જેમ, તે આજે પણ 19 મેના દરે ઉપલબ્ધ છે.
મે મહિનામાં ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો:
તમને જણાવી દઈએ કે મે મહિનામાં ઘરેલુ એલપીજી સિલિન્ડરના ગ્રાહકોને સતત બે વાર આંચકો લાગ્યો હતો. 7મી મેના રોજ ઘરેલુ સિલિન્ડરના ભાવમાં પહેલીવાર મહિનામાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ 19મી મેના રોજ પણ ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.
7 મેના રોજ, એલપીજીના દરમાં ફેરફારને કારણે જ્યાં ઘરેલું સિલિન્ડર 50 રૂપિયા મોંઘું થયું, ત્યાં 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર લગભગ 10 રૂપિયા સસ્તું થયું. 19 મેના રોજ તેના દરમાં રૂ.8નો વધારો કરવામાં આવ્યો હતો.
LPG ની કિંમત કેવી રીતે ચેક કરવી:
એલપીજી સિલિન્ડરની કિંમત તપાસવા માટે, તમારે સરકારી ઓઇલ કંપનીની વેબસાઇટ પર જવું પડશે. અહીં કંપનીઓ દર મહિને નવા ભાવ બહાર પાડે છે. તમે https://iocl.com/Products/IndaneGas.aspx લિંક પર તમારા શહેરના ગેસ સિલિન્ડરની કિંમત ચકાસી શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.