LPG Price Hike: આજરોજ 1 ડિસેમ્બરથી LPG ગેસ સિલિન્ડર મોંઘું થઈ ગયું છે. ભાવમાં આ વધારો આજથી કોમર્શિયલ સિલિન્ડરના દરમાં કરવામાં આવ્યો છે. ઓઈલ કંપનીઓએ નવેમ્બર પછી ફરી એકવાર ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. રાજધાની દિલ્હીમાં ગેસ સિલિન્ડરના ભાવમાં 21 રૂપિયાનો વધારો(LPG Price Hike) કરવામાં આવી રહ્યો છે. આ સાથે અહીં સિલિન્ડરનો ભાવ વધીને 1796.50 રૂપિયા થઈ ગયો છે. 30 નવેમ્બર સુધી 19 કિલોનું સિલિન્ડર 1775 રૂપિયામાં મળતું હતું.
કોમર્શિયલ સિલિન્ડરના નવા દર 1 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવી રહ્યા છે. 19 કિલોના સિલિન્ડર માટે તમારે આજથી દિલ્હીમાં 1796.50 રૂપિયા ચૂકવવા પડશે. એ જ રીતે, કોલકાતામાં તમારે 1885.50 રૂપિયાના બદલે 1908 રૂપિયા ચૂકવવા પડશે, મુંબઈમાં તમારે 1728 રૂપિયાને બદલે 1749 રૂપિયા ચૂકવવા પડશે. ચેન્નાઈમાં આ કિંમત વધીને 1968.50 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે પહેલા અહીં સિલિન્ડર 1942 રૂપિયામાં મળતું હતું. તમને જણાવી દઈએ કે ઓઈલ કંપનીઓ દ્વારા દર મહિનાની પહેલી તારીખે નવા સિલિન્ડરના દર જારી કરવામાં આવે છે.
રાજસ્થાનના જયપુરમાં સિલિન્ડર 1819 રૂપિયા મોંઘો થયો છે. તેવી જ રીતે, ભોપાલમાં આજથી 1804.5 રૂપિયા ચૂકવવા પડશે. હૈદરાબાદ, તેલંગાણામાં 19 કિલોના ગેસ સિલિન્ડરની કિંમત વધીને 2024.5 રૂપિયા પોહચી ગયા છે. છત્તીસગઢની રાજધાની રાયપુરમાં તમારે આ માટે 2004 રૂપિયા ચૂકવવા પડશે. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સરકારે તાજેતરમાં આ અંગે ફેરફારો કરી રહ્યા છે.
દિલ્હી-1796.50
કોલકાતા-1908
મુંબઈ-1749
ચેન્નાઈ-1968.50
કોમર્શિયલ ગેસ સિલિન્ડર ગયા મહિને 100 રૂપિયા મોંઘા થયા
ગયા મહિનાની પહેલી તારીખ એટલે કે 1લી નવેમ્બરે પણ LPG સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાથી વધુનો વધારો કરવામાં આવી રહ્યી હતો. LPGના આ ભાવ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર વધારો કરવામાં આવ્યા છે. દેશમાં 1 નવેમ્બરના રોજ કરવા ચોથનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો અને આ તહેવારના દિવસે લોકો મોંઘવારીથી હેરાન થઈ ગયા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube