આ પાટીદાર નેતાના સંકલનથી થયેલા આંદોલનથી LRD મહિલાઓની તાત્કાલિક કરાઈ ભરતી

ગુજરાત સરકારે પોલીસની ભરતીમાં મહિલાઓને 33 ટકા અનામત આપી છે, પરંતુ 1 ઓગસ્ટ 2018નાં રોજ થયેલા પરિપત્ર મુજબ મહિલા ઉમેદવારોએ જે કેટેગરીમાં ફોર્મ ભર્યુ હોય તેમાં જ તેની પસંદગી થઈ શકે. એટલે કે કોઈ મહિલાએ ઓબીસી કેટેગરીમાં ફોર્મ ભર્યુ હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન મળી શકે નહીં. આ પરિપત્રને કારણે સ્થિતિ એવી સર્જાઈ છે કે કેટલીક અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ કેટગેરી તેમજ ઈડબલ્યુએસ કેટેગરીની મહિલાઓ કરતાં વધુ માકર્સ આવ્યા છે. પરંતુ તેમને જનરલ કેટેગરીમાં સ્થાન ન મળતાં તેઓ નોકરીઓથી વંચિત રહી ગઈ હતી. અને તેઓએ આંદોલન કર્યું હતું. જેને પગલે આ ભરતી પ્રક્રિયા અટવાઈ પડી હતી.

હવે LRD મહિલા ઉમેદવાર માટે એક મહત્વપૂર્ણ ગણી શકાય તેવા એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. LRD મહિલા ઉમેદવારોમાં જે ઉમેદવારો બાકી રહી ગયા છે, તેમના માટે એક જાહેરાત કરવામાં આવી છે. આગામી 4 જુલાઈએ એટલે કે આજે તેમને નિમણૂંક પત્ર આપવામાં આવશે અને બિન હથિયારી અને હથિયારી મહિલા લોકરક્ષકોએ 15 જુલાઈ સુધી ફરજ પર હાજર થવા હુકમ કરવામાં આવ્યો છે. LRD મહિલા ઉમેદવારો માટેનો આ આદેશ રાજ્ય પોલીવડા શિવાનંદ ઝાએ કર્યો છે.

અટવાઈ પડેલી ભરતીને પૂરી કરવા પૂર્વ પાસ નેતા દિનેશ બાંભણીયાએ ગાંધીનગરમાં સંકલન કરીને સવર્ણ સમાંજના આગેવાનોને એકઠા કરીને બિનઅનામત વર્ગના મહિલા ઉમેદવારોને થઈ રહેલા અન્યાય સામે જજુમી રહેલી LRD મહિલા ઉમેદવારોએ ગાંધીનગરમાં ચિંતન બેઠક બોલાવી હતી. જેમાં મોટી સંખ્યામાં બિનઅનામત વર્ગના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્મ સમાજ, પાટીદાર સમાજ અને રાજપૂત સમાજ સહિતના આગેવાનો, મહિલા ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા. આ ચિંતન શિબિરમાં રાજપૂત કરણીસેના, પાટીદાર સમાજની સંસ્થાઓ ઉમિયાધામ, ખોડલધામ, એસપીજી, પાસ, બ્રહ્મ સમાજના જિલ્લા અને શહેરના આગેવાનોએ આંદોલનકારી મહિલા ઉમેદવારોને મનોબળ આપ્યું હતું.

આંદોલનકારી બિન અનામત વર્ગની યુવતીઓની માંગ હતી કે તાત્કાલિક સરકાર આ બાબતે નિર્ણય કરે અને અમને ન્યાય આપે અમે કોઈની નોકરી મેળવવા માંગતા નથી પરંતુ અમે અમારા હકની નોકરી માંગીએ છીએ. મુખ્યમંત્રી છેલ્લા બે મહિનાથી અમારા પત્રનો જવાબ ન આપી રહ્યા હોય તો અમારે રસ્તા જ રોકવા પડે. પરંતુ આ રજૂઆત બાદ લોકડાઉન આવી જતા ભરતી અટકી પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *