અહીંયા થઈ રહ્યું હતું હિન્દુ પરિવારોનું ધર્મ પરિવર્તન, ચર્ચમાંથી મોટી સંખ્યામાં લોકોની ધરપકડ

Vishv Hindu Parishad: ઉત્તર પ્રદેશના લખનઉથી ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. અહીંયા એક વિસ્તારના લોકોનો આરોપ છે કે હિન્દુ પરિવારોનું ધર્મ પરિવર્તન (Vishv Hindu Parishad) કરાવવામાં આવી રહ્યું છે. આ મામલો સામે આવ્યા બાદ ઘટના સ્થળે ખૂબ હંગામો થયો હતો અને પોલીસે ચર્ચમાંથી મોટી સંખ્યામાં રહેલા લોકોને પૂછપરછ માટે ધરપકડ કરી છે.

શું છે મામલો?
લખનૌમાં ધર્મ પરિવર્તનને લઈને ખૂબ હંગામો થયો છે. લખનઉના ભરવારા વિસ્તારમાં ધર્મ પરિવર્તનનો આરોપ લગાવી ખૂબ નારેબાજી કરવામાં આવી. તે વિસ્તારમાં રહેતા લોકોનો આરોપ છે કે ઘરની અંદર બનાવવામાં આવેલા ચર્ચમાં ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું હતું. હંગામાની જાણકારી મળતાં પોલીસ પહોંચી હતી અને ચર્ચમાં મોટી સંખ્યામાં રહેલા લોકોને પોલીસે ધરપકડ કરી હતી.

ત્યાના સ્થાનિકોનો આરોપ છે કે મોટી સંખ્યામાં હિન્દુ પરિવારનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે. હોબાળો થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. રાજધાની લખનઉના છોટા ભરવારા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા વિસ્તારનો આ મામલો છે. લોકોને ત્યાંથી ધરપકડ કર્યા બાદ ગોમતીનગર એક્સટેન્શનની પોલીસ તપાસમાં જોડાય છે. આ મામલે એડિશનલ ડીસીપી ઇસ્ટ લખનઉ પંકજકુમાર સિંહનું નિવેદન સામે આવ્યું છે.

જાન્યુઆરીમાં ગાઝિયાબાદમાં પણ આવી ઘટના સામે આવી હતી
28 જાન્યુઆરીના રોજ ગાઝિયાબાદમાં એક મહિલાને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બનાવ્યા બાદ તેને ધર્મ પરિવર્તન માટે મજબૂર કરાવવાના આરોપમાં એક વ્યક્તિ અને તેના દીકરાની ધરપકડ થઈ હતી. ધરપકડ કરવામાં આવેલ આરોપીની ઓળખ શાહીબાબાદના અર્થલાની પીર કોલોનીમાં રહેતા સાકીબ ખાન અને તેના પિતા અનિશ અહમદના રૂપે થઈ હતી. જેની ધરપકડ કરવામાં આવી હતી.