બેકાબૂ કાર રોડની બાજુના ઝાડ સાથે અથડાઈ અને ખાડામાં ખાબકી, ભાઈ-બહેનનું કરુણ મોત થતા હિબકે ચડ્યો પરિવાર

આજકાલ અવારનવાર અકસ્માત(Accident)ના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવો જ એક અકસ્માતનો કિસ્સો શાહજહાંપુર(Shahjahanpur)ના મોહલ્લા જય મંડીનો રહેવાસી સાથે સર્જાયો છે. મળતી માહિતી અનુસાર બાઇક સવારને બચાવવા માટે સ્પીડમાં આવતી કાર ઝાડ સાથે અથડાઇ ખાડામાં ખાબકી હતી. આ અકસ્માત દરમિયાન ભાઈ-બહેનના મોત થયા હતા. જ્યારે આ ઘટનામાં પિતા સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મૃતકો શાહજહાંપુરના રહેવાસી છે. આ દુર્ઘટના મંગળવારે સવારે હરદોઈ-લખનઉ રોડ(Hardoi-Lucknow Road) પર કછૌના વિસ્તારમાં સર્જાય હતી. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

શાહજહાંપુરના મોહલ્લા જય મંડીનો રહેવાસી યાસીન તેના પુત્ર મુખ્તાર (42 વર્ષ), હસનૈન (35 વર્ષ) અને પુત્રી સના(30 વર્ષ) સાથે કારમાં દવા લેવા લખનઉ જઈ રહ્યા હતા. શાહજહાંપુરના વિસ્તાર અહમદપુરનો રહેવાસી અઝીમ કાર ચલાવી રહ્યો હતો. મંગળવારે સવારે 9 વાગ્યાની આસપાસ તે લોકો કારમાં કછોણા સામે ચિરહાટી ગામ નજીક પહોંચ્યા હતા. કારની સ્પીડ ઘણી વધારે હતી, તે દરમિયાન અચાનક સામેથી એક બાઇક સવાર દેખાયો.

આ ઘટના બાદ ડ્રાઇવર અઝીમે જણાવ્યું હતું કે બાઇક સવારને બચાવવાનો પ્રયાસ કરતી વખતે કાર કાબૂ બહાર થઇ હતી અને ડિવાઇડર સાથે અથડાઈને રોડની બાજુમાં આવેલા ખાડામાં એક ઝાડ સાથે અથડાઈ હતી. તે દરમિયાન કારમાં બેસેલા તમામ લોકો ગાડીમાં ફસાઈ ગયા હતા. ઘટના સ્થળે હાજર લોકોએ તાત્કાલિકપણે પોલીસને ઘટનાની જાણ કરી હતી.

પોલીસ પહોંચી અને તેમને કોઈક રીતે બહાર કાઢ્યા, પરંતુ મુખ્તાર અને તેની બહેન સનાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે યાસીન, તેના પુત્ર હસનૈન અને ડ્રાઈવર અઝીમને પોલીસે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોટવાલ સુનીલ કુમારે કહ્યું કે ડ્રાઈવરે જ બધાને ઓળખ્યા હતા અને પરિવારના સભ્યોને જાણ કરી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *