બોલેરો જીપનું ટાયર ફાટતાં અલ્ટો કાર સાથે સર્જાયો ગમખ્વાર અકસ્માત- 2ના કરુણ મોત, અન્ય બે ઘાયલ

ગુજરાત(Gujarat): ગોંડલ(Gondal) પાસે અવારનવાર અકસ્માતના બનાવો સામે આવતા રહે છે. ત્યારે હાલમાં ગોંડલ નજીક અકસ્માત(Accident)નો વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. આજે સવારે ગોંડલની મોટી ખિલોરી(Moti khilori) પ્રાથમિક શાળા પાસે બોલેરો અને અલ્ટો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 વ્યક્તિનાં ઘટના સ્થળે જ કરુણ મોત થયા છે, જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને ગોંડલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

દેરડી કુંભાજીના ઉદાભાઈ શાકભાજીવાળાની બોલેરો જીપ શાકભાજી ભરીને જઈ રહી હતી, ત્યારે મોટી ખીલોરી ગામની પ્રાથમિક શાળા પાસે શાકભાજી ભરેલી ​જીપનું ટાયર ફાટ્યું હતું જેને કારણે જીપ ચાલકે કાબૂ ગુમાવતાં સામેથી આવી રહેલી અલ્ટો કારને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાઈ જવા પામ્યો હતો. આ અકસ્માતમાં જેતપુરના થાણાગાલોળ ગામનાં જયાબેન ઉંધાડ (ઉં.વ. 71)નું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

જ્યારે ઉદાભાઈ અને રોહિતભાઈ ભીખુભાઇ પાઘડાળ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સના માધ્યમથી ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ ખાનગી હોસ્પિટલમાં લઈ જતી વેળાએ રોહિતભાઈનું પણ મોત થયું હતું. બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાને પગલે તાલુકા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.

ગમખ્વાર અકસ્માતને લઈને માર્ગ પર સર્જાયાં લાંબા ટ્રાફિકજામનાં દૃશ્યો:
અકસ્માત થતા બોલેરો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતને લીધે માર્ગ પર લાંબા  ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *