13 વર્ષની વિદ્યાર્થીનીનું રહસ્યમય સંજોગોમાં મોત થતા હાહાકાર મચી જવા પામ્યો હતો. જો વાત કરવામાં આવે તો લખનઉ(Lucknow)ની એસઆર ગ્લોબલ કોલેજ(SR Global College)માં અભ્યાસ કરતી 13 વર્ષની વિદ્યાર્થીની પ્રિયા રાઠોડના રહસ્યમય મૃત્યુ(Priya Rathore Death Case)માં સતત એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે. તે એટલી ગુસ્સામાં હતી કે, નોટના અંતે તેણે થેંક યુ લખ્યું અને પેનની નિબ પણ તોડી નાખી હતી.
હકીકતમાં જો વાત કરવામાં આવે તો, આઠમા ધોરણની પ્રિયા રાઠોડે લખેલી એક નોટ પોલીસને મળી આવી છે, જેમાં લખ્યું છે કે, ‘મારા ગુસ્સાની સામે દુનિયામાં કંઈ નથી, અત્યાર સુધી મેં ઘણું બધું કાબૂમાં રાખ્યું છે પણ હવે મારા ગુસ્સાને કાબૂમાં નથી રાખી શકતી.’ તેણે આગળ લખ્યું, ‘મારા ગુસ્સા અને જીદ વિશે મારા સિવાય કોઈ જાણી શકે નહીં.’
પ્રિયાએ લખ્યું, ‘મેં ગુસ્સામાં હોસ્ટેલનો પ્યાલો તોડી નાખ્યો, મેં મારી કાકીને જે પણ કહ્યું અને મારી માતા સાથે મારપીટ કરી, ગૌરીનું માથું તોડી નાખ્યું અને ક્લાસમાં છોકરીને માર માર્યો અને યુનિફોર્મ ફેંકી દીધો, આજે પણ ગુસ્સામાં હતી. કન્ટ્રોલ કરી રહી હતી, પણ હવે નહી. છેલ્લે થેન્ક યુ લખ્યું અને પેનની નિબ તોડી નાખી હતી.
આ છેલ્લી નોટમાં પ્રિયાએ તેની કેટલીક વર્ષો જૂની વાતો વિશે લખ્યું છે. તેણે લખ્યું, ‘હવે જ્યારે હું પાંચમા ધોરણની યાદોને ભૂલી ગઈ છું, ખાસ કરીને તે ખાસ, મારા ગુસ્સાની સામે બીજું કંઈ નથી.’ પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે પ્રિયાએ આ નોટ કોના માટે લખી હતી, કોના પ્રત્યે તેને આટલી નફરત હતી.
જો કે, નોટના લખાણ પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કોઈ પ્રિયાની ખૂબ જ નજીક છે, જેના કારણે તેના સંબંધો બગડી ગયા હતા. પ્રિયા રાઠોડ, મૂળ જાલૌનની રહેવાસી, 20 જાન્યુઆરીની રાત્રે કોલેજની હોસ્ટેલમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ પામી હતી. પોલીસે પ્રિયાના પિતા જસરામના કહ્યા અનુસાર, હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
મૃત્યુ પહેલા, તેણે તેની માતા સાથે ફોન પર લાંબી વાત કરી અને તે પછી તરત જ પ્રિયાનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું. પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તે છેલ્લા કોલમાં તેની માતા સાથે વાત કર્યા બાદ અચાનક પ્રિયાને શું થયું? પોલીસ દરેકના અલગ-અલગ નિવેદન નોંધી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.