લખનઉમાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પત્નીએ રસોઇ ન બનાવી તો ગુસ્સે ભરાયેલા પતિએ પત્નીના ગળા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આરોપી પતિ નશો કરેલી હાલતમાં હતો હત્યા બાદ આરોપી સ્થળ પરથી ભાગી ગયો હતો. જોકે, પછીથી તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પીડિતાને ટ્રોમા સેન્ટર લઈ ગઈ હતી જ્યાં તેની હાલત નાજુક છે. પોલીસે ગુનો નોંધ્યો છે.
જાણવા મળ્યું છે કે, અમિત સિંહ લખનૌના વિભુતખંડ વિસ્તારના બારા ભરવાડામાં પત્ની ગીતા સિંહ સાથે રહે છે. અમિત સિક્યુરિટી ગાર્ડની નોકરી કરે છે. તે દરમિયાન દારૂ પીધા પછી ઘરે આવતો હતો. બનાવની સાંજે તે નશાની હાલતમાં ઘરે પહોંચ્યો હતો અને પત્ની સાથે રસોઈ બનાવવા માટે ઝઘડો શરૂ કર્યો હતો. જે બાદ વિવાદ એટલો વધી ગયો કે, પતિએ પત્નીના ગળા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો.
જેના કારણે પત્ની જમીન પર તડપીને પડી ગઈ હતી. જોકે પતિ ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટના અંગે પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચી પોલીસ પીડિતાને ટ્રોમા સેન્ટર લઈ ગઈ હતી જ્યાં તેની હાલત ગંભીર છે. પોલીસે હથિયાર પણ ઝડપી લીધુ છે. પોલીસે આરોપી પતિ સામે કેસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પૂર્વ ઝોન વિભૂતિચંદના એસીપી સ્વંતેતર સિંહના જણાવ્યા મુજબ, બડા ભરવાડામાં અમિત નામના વ્યક્તિએ તેની પત્ની ગીતા સિંહ પર હુમલો કર્યો. આ હુમલામાં પત્ની ગંભીર રીતે ઘાયલ થઈ છે. જેની સારવાર ટ્રોમા સેન્ટરમાં કરવામાં આવી રહી છે. આરોપી પતિની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અમિતસિંહ વિરુદ્ધ પોલીસ કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle