LVB Expo: લોકલ વોકલ બીઝનેસ એક્સ્પોમાં બીઝનેસમેન અને કસ્ટમર ઉમટી પડ્યા

Local Vocal Business: સુરતમાં લોકલ બિઝનેસ ગ્રુપ (Local Vocal Business) દ્વારા બીગોસ પ્રેઝન્ટ, રાઈઝોન સોલાર ફેબોવિક્સ વેલ્થ મેનેજમેન્ટ અને કેસેક્સના સહયોગથી બિઝનેસ એક્સ્પો કાર્નિવલના બીજા…

Local Vocal Business: સુરતમાં લોકલ બિઝનેસ ગ્રુપ (Local Vocal Business) દ્વારા બીગોસ પ્રેઝન્ટ, રાઈઝોન સોલાર ફેબોવિક્સ વેલ્થ મેનેજમેન્ટ અને કેસેક્સના સહયોગથી બિઝનેસ એક્સ્પો કાર્નિવલના બીજા દિવસે પણ હજારોની સંખ્યામાં મુલાકાતીઓ આવ્યા હતા.

LVB એકસપોના બીજા દિવસે દેશના સુપ્રસિધ્ધ અને ટોચના બિઝનેસ કોચ

સ્નેહ દેસાઈ અને સંતોષ નાયર પણ હાજર રહ્યા હતા અને બિઝનેસમેનો સાથે ધંધાકીય વાતચીત અને ટિપ્સ શેર કરી હતી. શાર્ક ટેન્ક ફેમ આદિલ કાદરી કે જેઓ ભારતભરમાં પોતાના પરફ્યુમ અને અત્તર માટે જાણીતા છે તેઓએ પણ લોકલ વોકલ બીઝનેસ ગ્રુપ આયોજિત બિઝનેસ એક્સ્પોની મુલાકાત લીધી હતી.

લોકલ મોકલ બિઝનેસ ગ્રુપ દ્વારા યોજવામાં આવેલ આ એક્સ્પો ખૂબ જ સફળ રહ્યો હતો. ઘણા બધા બિઝનેસમેનોને મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન થયું હતું તો બીજી એક્સ્પોમાં ભાગ લેનાર લોકોને પણ મોટી માત્રામાં બિઝનેસ ઇન્કવાયરી મળી હતી. અને આવતા વર્ષ માટે મોટા ભાગના બિઝનેસમેનોએ આવતા વર્ષે પણ ભાગ લેવાની તૈયારી સાથે અત્યારથી જ રજીસ્ટ્રેશન પણ કરાવી લીધું હતું.