પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે દેશને સંબોધિત કરશે. પીએમ મોદી જમ્મુ-કાશ્મીર થી અનુચ્છેદ 370 હટાવવાની અને પુનર્ગઠન બિલ ઉપર સરકારનો પક્ષ રાખી શકે છે. વડાપ્રધાન ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા કાશ્મીરીઓને સંબોધન કરી શકે છે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી મળેલી જાણકારી અનુસાર, પીએમ નરેન્દ્ર મોદી આજે સાંજે આઠ વાગે જમ્મુ કાશ્મીર ને સંબોધન કરશે.
જમ્મુ કાશ્મીરને અનુચ્છેદ 370 હટાવ્યા પછી બે મોદી પહેલી વખત દેશને લઈ સંબોધિત કરશે. છેલ્લી વખત પ્રધાનમંત્રી મોદીએ 27 માર્ચના રોજ દેશને લઈ સંબોધન કર્યું હતું.તે દરમિયાન વિવિધ તબક્કામાં લોકસભાની ચૂંટણી ચાલી રહી હતી. 27 માર્ચ ના રોજ મોદી સરકારે સેટેલાઇટ દ્વારા એક લાઈવ સેટેલાઇટ તોડી પાડવાની દેશને ક્ષમતા અંગે રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું.
મહત્વનું છે કે, સંસદમાં 5 ઓગસ્ટના દિવસે બંધારણ ના અનુચ્છેદ 370 જમ્મુ-કાશ્મીરને આપવામાં આવેલા વિશેષ દરજ્જાને દૂર કર્યો હતો. અને 35a ની કલમ લાગુ પાડવામાં આવી હતી. આ સિવાય જમ્મુ કશ્મીર અને લદાખ એમ બે અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. જેને લઇ સંબોધન 7 ઓગસ્ટના રોજ કરવાનું હતું. પરંતુ 7 ઓગસ્ટના રોજ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ ના મૃત્યુના કારણે મોદી સરકાર સંબોધન કરી શક્યા ન હતા.
જમ્મુ-કાશ્મીરમાં પાંચ ઓગસ્ટ ના હોય છે અનુચ્છેદ હટાવવાના કારણે 35 હજારથી પણ વધુ સૈનિકો ગોઠવવામાં આવ્યા હતા. 35000 સૈનિકો થી જમ્મુ કાશ્મીર માં દેખરેખ રાખવામાં આવી રહી છે. અલગાવવાદી અને બીજા સ્થાનીય નેતાઓને નજરબંધ કરવામાં આવી ચુક્યા છે. જેના કારણે કોઈપણ ઘટના હોવાથી બચી શકાય.