સામાન્ય રીતે 6 વર્ષના બાળકને એકડો લખતા પણ આવડતું હોતું નથી. એવાં સમયમાં ગુજરાતમાં આવેલ અમદાવાદ શહેરની ખાનગી સ્કૂલના માત્ર 6 વર્ષીય વિદ્યાર્થીએ પાયથન પ્રોગ્રામિગ લેંગ્વેજની પરીક્ષા પાસ કરવાની સિદ્ધિ મેળવી છે. આ બાળકે ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ નોંધાવ્યો છે.
દુનિયાના સૌથી નાની ઉંમરના કમ્પ્યુટર પ્રોગ્રામનું બિરુદ હાંસલ કર્યું છે. મજેદાર વાત તો એ છે કે, આ બાળકે પાકિસ્તાનના તેમજ હાલમાં બ્રિટનમાં રહેતાં 7 વર્ષના બાળકનો રેકોર્ડ તોડીને આ સિદ્ધિ હાંસલ કરી છે. આમ તો 6 વર્ષના નાનકડા બાળકો લખતા વાંચતા શીખતાં હોય છે તેમજ રમતો રમીને જીવનની શરૂઆત કરતા હોય છે.
અમદાવાદમાં આવેલ થલતેજ વિસ્તારમાં રહેતો તેમજ ખાનગી શાળામાં અભ્યાસ કરતો અર્હમ ઓમ તલસાણિયા ફક્ત 6 વર્ષની ઉંમરે જ પાયથોન પ્રોગ્રામર બની ગયો છે. આની સાથે જ અર્હમે ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ માં સ્થાન પ્રાપ્ત કર્યું છે.
23 જાન્યુઆરીનાં રોજ અમદાવાદના અર્હમ ઓમ તલસાણિયાએ માત્ર 6 વર્ષની ઉંમરમાં માઈક્રોસોફ્ટ ટેક્નોલોજી એસોસિએટની પાયથોન પ્રોગ્રામિંગ લેંગ્વેજની પરીક્ષામાં કુલ 90% સાથે પાસ કરી છે. સામાન્ય રીતે આ પરીક્ષામાં ઉમેદવાર 1000 માંથી કુલ 700 ગુણ મેળવે છે. અર્હમે કુલ 900 ગુણ મેળવ્યા છે.
હજુ બીજા ધોરણમાં અભ્યાસ કરતા અર્હમે આ મોટી સિધ્ધિ મેળવતા ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ દ્વારા નોંધ લઈને એને ‘યંગેસ્ટ કમ્પ્યૂટર પ્રોગ્રામર’ જાહેર કરવામાં આવ્યો છે. ફક્ત 2 વર્ષની ઉંમરથી જ ગેઝેટમાં રસ ધરાવનાર અર્હમ 5 વર્ષનો થયો ત્યારથી જ ગેમ કઈ રીતે બને, એમાં રસ પડતા તે દિશામાં આગળ વધ્યો હતો.
6 વર્ષની ઉંમરે માઈક્રોસોફ્ટ ટેક્નોલોજી એસોસિએટ પાયથોન પ્રોગ્રામિંગ લેંગ્વેજની પરીક્ષા આપી હતી. જેના પરિણામ પછી ‘યંગેસ્ટ કમ્પ્યૂટર પ્રોગ્રામર’ જાહેર થયો હતો. અર્હમના માતાપિતા સોફ્ટવેર એન્જીનિયર છે. હાલમાં તે પોતાની વીડિયો ગેમ બનાવી રહ્યોં છે. એક સમયે ગેમના ટુડી તથા થ્રિડી વર્ઝન પર કામ કરી રહ્યો છે.
ટુક સમયમાં પોતાની ગેમ લોન્ચ કરશે. અત્યાર સુધીમાં અર્હમે અનેક એવોર્ડ જીતી લીધા છે. અહીં મહત્વની વાત તો એ છે કે, કમ્પ્યૂટર એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ભવિષ્ય બનાવવા ઈચ્છતા લોકોએ પ્રોગ્રામિંગ લેંગ્વેજ માટેના માઈક્રોસોફ્ટ સર્ટિફિકેટ માટે એપ્લાય કરવાનું હોય છે. જે આ બાળકે 6 વર્ષની ઉંમરમાં પાસ કરીને રેકોર્ડ બનાવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle