વાસના સંતોષવા માટે સુરતના યુવાને ગુપ્તાંગમાં નાખી દીધો ચમચો, પછી તો એવા હાલ થયા કે…

રાજ્યમાંથી અવારનવાર કેટલીક અજીબોગ્રીન ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે. સુરત શહેરમાં એક વિચિત્ર ઘટના…

રાજ્યમાંથી અવારનવાર કેટલીક અજીબોગ્રીન ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે. સુરત શહેરમાં એક વિચિત્ર ઘટના સામે આવતા હોસ્પિટલના તબીબો પણ આશ્વર્યમાં મુકાઈ ગયાં  હતા. અહીં એક યુવાને પોતાની વાસના સંતોષવા માટે ચમચો પોતાના જ ગુપ્ત ભાગમાં નાંખી દીધો હતો.

જો કે, આ હાથો ફસાઈ જતા યુવાન આખી રાત દુ:ખાવાને લઈ પીડાતો રહ્યો હતો. સવાર થતાની સાથે જ મિત્રોને જાણ થતાં તેમના મિત્રો હોસ્પિટલમાં લઈ ગયાં હતા. જ્યાં તબીબો દ્વારા ઓપરેશન કરીને આ ચમચાનો હાથો બહાર કાઢવામાં આવ્યો હતો.

સુરતમાં આમ તો અનેક પ્રકારની ઘટના જોવા મળે છે ત્યારે હાલમાં એક એવી ઘટના સામે આવી છે કે, જેને સાંભળીને લોકોના રુંવાડા ઉભા થઈ જશે. કારણ કે, અહીં એક યુવાને વાસનાની ભૂખમાં પોતાની સાથે ન કરવાનું કરી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાનો વારો આવ્યો હતો.

મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસીને આ યુવક સુરતમાં સોસિયો સર્કલ પાસે ડાઈંગ મિલની બાજુમાં આવેલ રૂમમાં રહીને મજૂરી કરી પરિવારને મદદ કરતો હતો. હજુ એક સપ્તાહ પહેલાં જ વતનવાસી મિત્ર નજીક સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો. યુવક મિલમાં મજૂરીનું કામ કરી રહ્યો હતો.

જો કે, આ યુવાન આજે સવારમાં રૂમમાં પીડાઈને બૂમો પાડતો રહ્યો હતો. જેને લઈ તેના મિત્ર તેની રૂમમાં ગયા ત્યારે જોયું કે, આ યુવાને ગુપ્તભાગમાં હાથો નાખેલી અવસ્થામાં જોવા મળ્યો હતો. જો કે, તાત્કાલિક તેના મિત્રએ નવી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા.

જ્યાં આ યુવાનની સ્તિથી જોઈને તબીબો પણ વિચારમાં પડી ગયા હતા. જો કે, તબીબો દ્વારા યુવાનની પૂછપરછ કરતા આ યુવાને રાત્રે 2 વાગ્યે વાસના સંતોષવા માટે ગુપ્ત ભાગમાં ચમચાનો હાથો નાખી દીધો હતો. ચમચાનો હાથો ગુપ્ત ભાગમાં ફસાઈ જતા આખી રાત તરફડતો રહ્યો હતો.

સવારમાં વતનવાસીઓને જાણ થતાંની સાથે જ તાત્કાલિક મિલના શેઠને જાણ કરીને તેમની સલાહથી રીક્ષામાં સિવિલ લઈ ગયા હતા. જો કે, તબીબો દ્વારા તાતકાલિક આ યુવાનને સારવાર અર્થે ઓપરશનમાં લઇ જવામાં આવ્યો હતો. આની સાથે જ ઓપરેશન કરીને ચમચાનો હાથો દૂર કરવામાં આવ્યો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *