રાંધણ ગેસના બાટલામાં અપાતી સબસીડી છેલ્લા ત્રણ માસથી આપવામાં આવતી નથી- જાણો…

લોકડાઉનના કારણે વણસેલી સિૃથતિમાં સરકાર મફતમાં ઘઉં, ચોખા અને ચણાનું વિતરણ કરીને લોકોની પડખે હોવાનો દાવો કરે છે, બીજી તરફ છાનેખુણે રાંધણગેસના બાટલામાં અપાતી સબસીડી…

લોકડાઉનના કારણે વણસેલી સિૃથતિમાં સરકાર મફતમાં ઘઉં, ચોખા અને ચણાનું વિતરણ કરીને લોકોની પડખે હોવાનો દાવો કરે છે, બીજી તરફ છાનેખુણે રાંધણગેસના બાટલામાં અપાતી સબસીડી છેલ્લા ત્રણ માસથી બંધ થઈ ગઈ હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. અત્યાર સુધી ગેસના બાટલામાં સરેરાશ 140થી ર00 રૂપિયા સુધીની સબસીડી મળતી હતી.

પરંતુ ગત મે, જૂન અને જુલાઈ મહિનાની આવી કોઈ સબસીડી ગેસ કનેક્શન ધારકોના ખાતામાં આવી નથી. જેના લીધે ગુજરાત રાજ્યમાં આશરે 93 લાખથી વધારે પરિવારોને સબસીડીની ખોટ સહન કરવાનો વખત આવ્યો છે. સરકાર દ્વારા આ અંગે સત્તાવાર કોઈ ખૂલાસો કરવામાં આવ્યો નથી, જ્યારે ગેસ એજન્સીઓ પાસે પણ લોકોને આપવા માટે યોગ્ય જવાબ નથી.

ત્રણેક મહિના સુધી લાગુ કરાયેલા  લોકડાઉનમાં અનેક લોકોએ રોજગારી ગુમાવી છે. સામાપક્ષે પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને રહ્યા છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ એવી કરિયાણાથી માંડીને ખાદ્યતેલ સુધીના ભાવોમાં વધારો થયો છે.

મધ્યમ વર્ગના લોકોને ઘર કેમ ચલાવવું? તે પ્રશ્ન સતાવી રહ્યો છે. તેવી સ્થિતિ વચ્ચે પડયા પર પાટુ સમાન આ બાબતની મળતી વિગતો અનુસાર છેલ્લે ગત એપ્રિલ મહિના સુધી રાંધણગેસના બાટલાની સબસીડી લોકોના બેન્ક ખાતામાં જમા થઈ છે. ત્યાર બાદથી સબસીડી જમા થવાનું બંધ થઈ ગયું છે.

ગત એપ્રિલ મહિનામાં સરેરાશ 145થી 150 રૂપિયા સુધીની સબસીડી લોકોના ખાતામાં જમા થઈ હતી. હાલ જૂલાઈ માસમાં રાંધણ ગેસના બાટલાનો ભાવ રૂ.601થી 620 સુધીનો ચાલી રહ્યો છે. જેમાંથી એક પણ રૂપિયો સબસીડી રૂપે લોકોને પરત મળશે નહીં. આવું છેલ્લા ત્રણ માસથી ચાલી રહ્યું છે. બાટલાની પુરેપુરી રકમ લોકો પાસેથી વસૂલ કરવામાં આવી રહી છે.

ગેસ એજન્સી સાથે સંકળાયેલા સૂત્રોએ એવો દાવો કર્યો હતો કે, હકીકતે ગેસના બાટલાનો ભાવ જ નીચો આવી ગયો છે. માટે સબસીડી આપવામાં આવી રહી નથી. જ્યારે બાટલાનો ભાવ ઉંચો હતો ત્યારે સબસીડી અપાતી હતી, ત્રણ માસથી ભાવ ઓછો છે માટે સબસીડી કોઈના બેન્ક ખાતામાં જમા થતી નથી. જો કે સબસીડી સાવ અપાતી જ નથી એવું નથી, કારણ કે અમુક એવા ગ્રાહકો પણ છે જેના ખાતામાં બે-પાંચ રૂપિયા સબસીડી જમા થતી હોય! આ સબસીડી ગેસ કંપની અને જે તે ગામ-શહેરને આધારિત હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *