વિદેશની ધરતી પર કીર્તિદાન ગઢવીએ જમાવ્યો રંગ- ભુરીયાઓએ કર્યો ડોલરનો વરસાદ

થોડા દિવસ બાદ ગુજરાતીઓના મનપસંદ તહેવાર (Festival) એટલે કે, નવરાત્રી (Navratri) ની શુભ શરૂઆત થવા માટે જઈ રહી છે ત્યારે હાલમાં એક ગર્વ થાય એવા સમાચાર સામે આવ્યા છે. અમેરિકા (America) ની ધરતી પર રાજકોટ (Rajkot) ના લોકપ્રિય કલાકાર કીર્તિદાન ગઢવી (Kirtidan Gadhvi)ના ગરબાનું અદભૂત આયોજન કરવામાં આવ્યું છે.

અનેક લોકપ્રિય ગરબા સાંભળીને અમેરિકાનાં ગુજરાતીઓ થોડાસમય માટે કોરોના મહામારીની વ્યથા ભૂલી ગયા હતા તેમજ કિર્તીદાન પર ડોલરનો વરસાદ પણ કર્યો હતો, કીર્તિદાન ગઢવી એન્ડ ટીમ દ્વારા દોઢ મહિના સુધી શિકાગો, ડલ્લાસ, એટલાન્ટા, હ્યુસ્ટન, ન્યુજર્સી સહિત કેટલાક શહેરોમાં લોકોને ગરબાનું આયોજન કરાયું છે.

નવલી નવરાત્રિનો તહેવાર પાસે આવી રહ્યો છે ત્યારે ખેલૈયાઓ ગરબે ઘૂમવા માટે થનગની રહ્યા છે. નવરાત્રિનો તહેવાર તથા સૌરાષ્ટ્ર-ગુજરાત તેમજ દેશ પૂરતો જ મર્યાદિત રહ્યો નથી. હવે તો વિદેશમાં પણ જોરશોરથી ઉજવાઈ રહ્યો છે ત્યારે રાજકોટના લોકપ્રિય ગાયક કીર્તિદાન ગઢવીએ કોરોનાની કપરી સ્થિતિનો સામનો કરી રહેલ અમેરિકી ગુજરાતીઓને ગરબે ડોલાવી દીધા છે.

સમગ્ર દેશ-વિદેશમાં જાણીતા બનેલ કીર્તિદાન ગઢવી ખુબ લાંબા સમય પછી અમેરિકાની મુલાકાતે ગયા છે. અમેરિકાનાં કેટલાક શહેરોમાં પ્રિ-નવરાત્રી તથા નવરાત્રીના દિવસોમાં ગુજરાતીઓને ગરબા રમાડવા માટે કીર્તિદાન ગઢવી એન્ડ ટીમ અમેરિકા પહોંચી ગઈ છે ત્યારે દોઢ મહિનો રોકાઈને રાસ-ગરબા તથા ડાયરાના કાર્યક્રમથી લોકોને મોજ કરાવશે.

આની સાથે જ કોરોનાના દોઢ વર્ષ બાદ વિદેશની ધરતી પર ગુજરાતી ગાયક પહોંચ્યા છે. કીર્તિદાન ગઢવીએ અમેરિકામાં આવેલ શિકાગો શહેરથી પ્રિ-નવરાત્રિની શરૂઆત કરી દીધી છે. શિકાગોમાં સૂરતાલને સથવારે ગુજરાતીઓને ગરબે રમવા માટે મજબૂર કર્યા હતા.

અહીં રહેતાં અમેરિકી ગુજરાતી લોકોએ કીર્તિદાન પર આફરિન પોકારી જઈને ડોલર પણ ઉડાવ્યા હતા. ગુજરાતમાંથી એકમાત્ર લોકગાયક કીર્તિના ગઢવી પોતાની ટીમની સાથે વિદેશની ધરતી પર દોઢ મહિના માટે પહોંચ્યા છે. ‘જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વસે ગુજરાત’ની કહેવત સાર્થક થતા ભારતીયો પણ કીર્તિદાનના સૂરના સથવારે ગરબે ઘૂમવા માટે ઉત્સુક બન્યા છે.

અમેરિકા ગયેલ કીર્તિદાન ગઢવીના મધૂર સૂરની માંગ યુએઈમાં પણ થવા લાગી છે ત્યારે આગામી 5 અને 6 ઑક્ટોબર દરમિયાન કીર્તિદાન એન્ડ ટીમ દુબઈમાં પ્રિ-નવરાત્રિ ગરબા મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપનાર હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *